
દાહોદ,
પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે.
જે અન્વયે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટ હસ્તક રાબડાલ સબ સેન્ટરના ગાયત્રી મંદિર ખાતે જીલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી.પહાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણિયા, મેડિકલ ઓફિસર ડો.અવિનાશ ડામોર, જેકોટ ગ્રામ પંચાયતનના સરપંચ રમેશભાઈ, તલાટી ક્રમ મંત્રી અનિલભાઈ મુવાલીયા ગામના સામાજીક કાર્યકર પહેલવાનભાઈની ઉપસ્થિતિમાં 18 ટીબીના દર્દીને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી તથા તેઓ દ્વારા કોમ્યુનિટીમાથી વધુ લોકોની નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું હતું.