અમદાવાદ,
દક્ષિણ ગુજરાતના વડામથક્સમા સુરતના સચિન વિસ્તારમાં કપલેથા ગામમાં બે વર્ષની બાળકી પર પાડોશી યુવાને દુષ્કર્મ કરીને હત્યા કરતાં ચકચાર મચવા સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી. પાડોશમાં રહેતા યુવાન ઇસ્માઇલ ઉર્ફે યુસુફે બે વર્ષની દીકરીના પેટ પર બચકું ભરીને હેવાનિયત આચરતાં લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો.
સુરત પોલીસના એડિશનલ સી. પી. કે. એન. ડામોરે મીડિયાને આ ઘટના વિશે કહ્યું હતું કે ‘ઇસ્માઇલ ઉર્ફે યુસુફ સલીમ (૨૩ વર્ષ) નામના પાડોશી વેફર આપવાને બહાને દીકરીને લઈ ગયો હતો. ત્યાર બાદ દીકરી લાપતા થઈ હતી. શોધખોળ આદરી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપી નાસી જાય એ પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ યુવાન દીકરીને કપલેથા તળાવના રસ્તા પર એક બંધ મકાનના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું તેમ જ પેટના ભાગે બચકું ભર્યું હતું. ’