મુંબઈ,
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ પોતાની ફિલ્મ RRRની સફળતા બાદ દુનિયા પર રાજ કરી રહ્યા છે. તેમની ફિલ્મે માત્ર વિશ્ર્વભરમાં વધારે કમાણી જ કરી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મના ગીત નટુ-નટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ ગીત ઓસ્કાર માટે પણ નોમિનેટ થયું છે. જોકે, હાલ રામ ચરણ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. વાસ્તવમાં તે અને તેની પત્ની ઉપાસના માતા-પિતા બનવા જઈ રહ્યાં છે.
તાજેતરમાં, રામ ચરણ USAના શો ગુડ મોર્નિંગ અમેરિકામાં જોવા મળ્યા હતા, જ્યાં તેણે તેની ફિલ્મ RRR તેમજ તેના આવનાર બાળક વિશે વાત કરી હતી. શોના હોસ્ટ ડો. જેન ઓસ્ટેને રામ ચરણને તેના આવનાર બાળક માટે અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, અભિનેતાએ તેને કહ્યું હતું કે, તે તેનો ફોન નંબર તેની પત્ની સાથે શેર કરશે, કારણ કે તેણીએ તેને માર્ગદર્શન આપવું જોઈએ. જેના પર હોસ્ટે તેને કહ્યું કે, તે હંમેશા તેની સાથે રહેશે. ઉપરાંત, તે તેના બાળકને જન્મ આપ્યા પછી ખુશ થશે.
રામ ચરણે ગયા વર્ષે ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પત્નીની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, ભગવાનના આશીર્વાદથી અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, રામ ચરણ અને ઉપાસનાના લગ્નને લગભગ ૧૧ વર્ષ થઈ ગયા છે. બંનેએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. તે જ સમયે, લગ્નના લાંબા સમય પછી, બંને માતાપિતા બનવાના છે.