હૈદરાબાદ,
સિકંદરાબાદના લાલાપેટમાં બેડમિન્ટન રમતા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક યુવકનું નામ શ્યામ યાદવ હતું અને તેની ઉંમર ૩૮ વર્ષ હતી. ઓફિસેથી આવ્યા બાદ શ્યામ પ્રો. જયશંકર ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન રમવા જતો હતો. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.
હૈદરાબાદના સિકંદરાબાદના લાલપેટમાં બેડમિન્ટન રમતા એક વ્યક્તિનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ૩૮ વર્ષીય શ્યામ યાદવ બેડમિન્ટન કોર્ટ પર સૂતો જોવા મળે છે. પરિવારજનોએ જણાવ્યું કે, શ્યામ ઓફિસથી પરત આવ્યા બાદ દરરોજ બેડમિન્ટન રમવા જતો હતો. આ ઘટના મંગળવારે સાંજે બની હતી.
મળતી માહિતી મુજબ, બેડમિન્ટન રમતા શ્યામને મંગળવારે સાંજે લગભગ ૭.૩૦ વાગે હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો. આ પછી તેના સાથીઓ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અહીં તબીબોએ શ્યામને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છે. તે જ સમયે, જે લોકો માટે તે રમતો હતો તે લોકો આશ્ર્ચર્યચક્તિ છે. તે કહે છે કે શ્યામ એકદમ ફિટ હતો. અમે રોજ બેડમિન્ટન રમતા.