કાલોલ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દત્તક દિકરી યોજના કાયેક્રમ યોજાયો

કાલોલ,
કાલોલ ખાતે ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત ના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓ તેમજ જિલ્લા મહાસંઘ ના અધ્યક્ષ,મંત્રી,તાલુકા કાર્યવાહક તેમજ ગાંધીનગર થી પધારેલ મહાસંઘ ના મહાનુભવો ની બેઠક રાખેલ હતી.

જેમાં કાલોલ તાલુકાના તમામ હોદ્દેદારઓએ દત્તક લીધેલ દિકરીઓ ને ધો.૧૨સુધી અભ્યાસ કરવાની પરિવારની પુરી દેખરેખ રાખવા તેમજ એ પરિવાર ના શુભ /અશુભ પ્રસંગો મા હાજર રહી પોતાના જ પરિવાર જેવી ભાવનાઓ રાખી દીકરી નું શિક્ષણ પૂરું કરાવવાની તમામે નેમ લીધી હતી.રાજ્ય ના અધ્યક્ષએ તમામ કાર્યબંધુઓને સમાજ માં શિક્ષકો ની તેમજ સંઘઠન ની એક આગવી છાપ ઉભી થાય એવા ઉમદા સમાજ સેવાના કર્યો કરવા તેમજ સમાજ જ શિક્ષકો ના પ્રશ્નો ની રજુઆત સરકાર મા કરે ભવિષ્યમાં એવા વાતાવરણ ના નિર્માણ કરાવવાનું આહવાન કરાવેલ હતું.

રિપોર્ટર : જયવીર સોલંકી