
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ક્રાઇમ કેસમાં ફરી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં કાળજું કંપાવે તેવી ઘટના બની છે.સગી દીકરીએ માતા સાથે મળી પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પિતાના ત્રાસથી કંટાળી બંનેએ આ પગલું ભર્યું હોવાની કબૂલાત કરી છે.
સમગ્ર બનાવ મુજબ સરદાર નગર વિસ્તારમાં ગીતા જાદવ (માતા) અને ભાવના જાદવ (પુત્રી) એ દારૂડિયા પિતા કિશોર જાદવની હત્યા કરી છે. ૨૦ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે. એટલું જ નહિ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા બન્નેએ અનેક પ્રયત્નો કર્યા પરતું પોસમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતક પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરએ પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને ઢોર માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી માતા-દીકરીએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે પત્ની ગીતાબેન દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું. જે બાદ હત્યારી ગીતાએ ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે, કિશોર ઉઠી રહ્યા નથી. જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોર ભાઈ મૃત જાહેર કર્યા હતા. પરતું ભત્રીજાને શંકા જતા અને પોસમોર્ટ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદાર નગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે.
બેકાર, દારૂડિયો અને શંકાશીલ પતિ કિશોરથી કંટાળીને પત્નીબંને પુત્રીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દિકરી પર શંકા રાખી અત્યાચાર કરતો હતો. કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી. હાલ પોલસે બન્ને ની ધરપકડ કરી વધુ કાર્યવાહી ધરી છે.