
મુંબઇ,
બેલાપુર અને ખારકોપર વચ્ચે ચાલતી લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે ૮.૪૬ કલાકે બની હતી. તો બીજી ટ્રેન રાહત માટે રવાના થઈ છે.ખારકોપર સ્ટેશનમાં પ્રવેશતી વખતે મુંબઈથી બેલાપુરથી ખારકોપર લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
જો કે હજુ સુધી કોઈ મુસાફરના જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. હાલ બચાવ અને રાહત માટે રાહત ટ્રેનો સ્થળ પર રવાના થઈ ગઈ છે. હાલમાં બેલાપુર અને ખારકોપર વચ્ચે ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ છે. બેલાપુરથી ખારકોપર શહેરનો સૌથી વ્યસ્ત માર્ગ છે.
આ મામલે સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ શિવાજી એમ સુતારે જણાવ્યુ હતુ કે,ખારકોપર સ્ટેશનમાં પ્રવેશતી વખતે બેલાપુરથી ખારકોપર લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રાહત ટ્રેન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વાહનોની અવરજવર પુન:સ્થાપિત કરવાનું કામ ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે માત્ર બેલાપુર-નેરુલ-ખારકોપર રૂટ પર જ ટ્રેન વ્યવહાર બંધ છે. હાર્બર, મેઇન લાઇન અને અન્ય રૂટ પર લોકલ ટ્રેનની કામગીરી ચાલુ છે.
આ અગાઉ પશ્ર્ચિમ બંગાળના હાવડામાં ટ્રેનના ૩ કોચ પાટા પરથી ઉતરી જવાની મોટી ઘટના સામે આવી હતી. હાવડા-અમતા લોકલ ટ્રેનના ૩ ડબ્બા માજુ રેલ્વે હોલ્ટ પાસે પાટા પરથી ઉતરી ગયા હતા.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.