પાવાગઢ,
કોરોનાની મહામારીને કારણે આસો નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન ભકતો માટે બંધ રખાયા હતા. જે હવે બીજી નવેમ્બરને સોમવારથી રાબેતા મુજબ માતાજીના દર્શન ભાવિકો માટે ખુલ્લા મુકાશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું. રાજ્ય સરકાર જીલ્લા વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ આસો નવરાત્રી પર્વમાં પાવાગઢ ખાતે બીરાજમાન શ્રી મહાકાળી માતાજીના દર્શન તા.૧૬ ઓકટોબર થી ૧ લી નવેમ્બર સુધી એટલે શરદ પૂનમ સુધી યાત્રિકો માટે બંધ રખાયા હતા. વેબસાઈટ તેમજ એલઈડી સ્ક્રીન ઉપર દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.