ગૃહમંત્રી અમિત શાહનું નીતીશકુમાર પર નિવેદન ભાજપની બેચેનીનું પ્રમાણ : બિહારના નાણાંમંત્રી

પટણા,

બિહારના નાણાં મંત્રી અને જનતાદળ યુનાઇટેડ (જદયુ)ના નેતા વિજયકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે બિહાર પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન ફકત ભાજપની બેચેનીને દર્શાવે છે કોઇ પણ પ્રસ્તાવ વિના અમિત શાહ દ્વારા વારંવાર એ કહેવું કે નીતીશકુમારને એનડીએમાં હવે એનડીએમાં હવે લેવામાં આવશે ફકત ભાજપની માનસિક કુંઠાનું પરિચારક છે તેમણે કહ્યું કે નીતીશકુમાર કોઇ દાખલા વિનાની અરજી લઇ ભાજપના દરવાજા પર ઉભા ઉભા નથી ત્યારે આ વાતની મનોગ્રંથિ કયાંથી ઉભી થઇ છે.

વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે અમિત શાહનું ફરી એ પુછવું કે નીતીશકુમાર કયારે તેજસ્વી યાદવને સત્તા સોંપશે અને સાથમાં એ પણ કહેવું કે નીતીશકુમાર લાલુને પણ દગો આપશે.ભાજપની છટપટાહટનું બીજુ પ્રમાણ છે.ચૌધરીએ કહ્યું કે રાજદ અને જદયુ પરસ્પર સમજદારી હેઠળ સાથે છે અને મહાગઠબંધનની સરકાર મજબુતીથી ચાલી રહી છે નીતીશકુમાર કે તેજસ્વી યાદવ કોઇને હડબડી નથી પરંતુ ભાજપ ભવિષ્યના સંભવિત પરિણામથી પરેશાનીમાં છે.

બિહારના નાણાંમંત્રીએ કહ્યું કે રાજયની જનતા તો એ સાંભળવા ઇચ્છે છે કે કેન્દ્ર બિહારને શું મદદ કરી રહી છે પહેલાથી ચાલી રહેલ યોજનાઓમાં કેન્દ્ર સરકારની નાણાંકીય ટકાવારી ઘટાડી રાજયો પર નાણાંકીય બોજ કેમ વધારી રહી છે લોકો એ પણ સાંભળવા ઇચ્છે છે કે દરેક માનક પર રાષ્ટ્રીય સરેરાશથી ઇચ્છા પ્રદર્શન કરવા પર પણ તેને વિશેષ મદદ કેમ કરવામાં આવી રહી નથી તેમણે કહ્યું કે આ બધાની ચર્ચા કર્યા વિના ઉટપટાંગ વાતો કરવી ભાજપની નિરાશા ભાવને જ પ્રગટ કરે છે.