અમારી સરકાર રિપીટ થઇ તો કલ્યાણકારી યોજનાઓ વધુ મજબુત થશે : અશોક ગહલોત

  • કેન્દ્રીય નેતાઓના પ્રવાસો થતા રહેશે,તેમની પાસે કોઇ કામ નથી તેમનું એક જ કામ છે ચુંટણી જીતવા માટે શું તિકડમ લગાવાય.

જયપુર,

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું છે કે રાજસ્થાનમાં જો કોંગ્રેસ સરકાર રિપીટ થશે તો તેમના દ્વારા લાવવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ વધુ મજબુત થશે.મુખ્યમંત્રી ગહલોત ચિરંજીવી સ્વાસ્થય વીમા યોજના સહિત પોતાની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.ગહલોતે બજેટ ૨૦૨૩ની જાહેરાતોને સમયથી પુરી કરવાને લઇ જયપુરમાં થયેલ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરી હતી આ બેઠકમાં વિભાગીય સચિવ સ્તરના અધિકારી હાજર રહ્યાં હતાં.

બાડમેર રિફાઇનરી પ્રોજેકટમાં વિલંબનો ઉલ્લેખ કરતા ગહલોતે કહ્યું કે સરકારો બદલવાનું નુકસાન થાય છે તેમણે કહ્યું કે જો સરકાર બદલાઇ ન હોત તો અત્યાર સુધી રિફાઇનરી પુરી થઇ જાત પેટ્રોકેમિકલ પરિસર પુરૂ થઇ જાત.ઉત્પાદન શરૂ થઇ જાત લાખો હજારો લોકોને લાભ થાત.સરકાર બદલાય તો નુકસાન આ થાય છે આ લોકો (ભાજપવાળા) સરકાર બદલાતા જ જુની યોજનાઓનું કામ બંધ કરી દે છે.અમે તેમની કોઇ યોજનાનું કામ બંધ કરતા નથી અમારો વિચાર અલગ છે અને તેમનો વિચાર અલગ છે.

ગહલોતે કહ્યું કે આથી હું વારંવાર જનતાને કહુ છું કે અમારી સરકાર રિપીટ કરાવો જેથી હું જે યોજનાઓ આ વખતે લઇ આવ્યો છું તે યોજનાઓ આવનારા સમયમાં વધુ મજબુત થઇ શકે હું દાવાની સાથે કહી રહ્યો છું કે હવે જે અમારી યોજનાઓ આવી છે તેને આધાર બનાવી દરેક રાજનીતિક પક્ષ,દરેક રાજયમાં પોતાના મેનિફેસ્ટો બનાવશે અને અમારી યોજનાઓને તેમાં સામેલ કરશે જનતાને મારો મર્મને સમજવો જોઇએ કે હું શું બોલી રહ્યો છું મારી ભાવનાઓ જનતાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડે લોકો.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે સરકાર મારે લાવવાની છે આ વખતે હુું ઇચ્છુ છું કે પ્રથમ સેવકના રૂપમાં જે હું કામ કરી રહ્યો છું તેટલી જ શાનદાર યોજનાઓ તો ઇતિહાસમાં કયારેય આવશે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,નાણાંમંત્રી નિર્મલા સીતારણ,પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીના તાજેતરમાં રાજસ્થાનના પ્રવાસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનું આ ચાલતુ રહેશે તેમની પાસે અન્ય કોઇ કામ તો કરવા માટે નથી ચુંટણી જીતવા માટે શું તિકડમ લગાવે હવે હૈદરાબાદમાં નગર નિગમ ચુંટણીમાં ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરી રહ્યાં છે અને વડાપ્રધાન પણ જઇ રહ્યાં છે.