બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ જપ્ત કર્યું, ચરસ મળવાનો સિલસિલો યથાવત

ભુજ,

ભુજની એક પેટ્રોલિંગ દળે જખૌ કાંઠાના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસના ૧ પેકેટ જપ્ત કર્યુ હતું. ઝડપાયેલા પેકેટના પેકેજિંગમાં ‘અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કેફે, વેલ્વેટ’ શબ્દો હતા. બીએસએફ દ્વારા ઝડપાયેલ ચરસનું પેકેટ પાકિસ્તાન તરફથી દરિયાઈ મોજાથી કિનારે ધોવાઈને ભારતીય કિનારે પહોંચ્યું હોવાનું જણાય છે. રિકવરી બાદ બીએસએફ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨ માં, બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખાઉ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના ૧૦૮ પેકેટો મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બીએસએફને કચ્છની દરિયાઈ સરહદેથી બિનવારસાહી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું હતું. નારાયણ સરોવર પાસે ઈબ્રાહીમ પીર બેટમા પાસેથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. બીએસએફની ૧૦૨ બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ ચારસનુ પેકેટ મળ્યું હતું. બીએસએફ દ્વારા આ વિસ્તારમાં મોટે પાયે સઘન તપાસ હાથ ધરી હતી પરતું ચરસ પકડાવવાનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.