રાજ ઠાકરે સાથે મુલાકાત પ અને નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું ‘જય મહારાષ્ટ્ર’

મુંબઇ,

બોલીવુડમાં પોતાના અલગ અંદાજને કારણે કરોડો પ્રેક્ષકોના દિલમાં આગવુ સ્થાન મેળવનાર નાવઝુદ્દિન સિદ્દિકી ફરી એકવાર મરાઠી ફિલ્મમાં અભિનય કરતો જોવા મળશે. થોડા વર્ષો પહેલાં નવાઝે ઠાકરે ફિલ્મમાં શિવસેનાપ્રમૂખ બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના માધ્યમથી નવાઝ મહારાષ્ટ્રના ઘરે ઘરે પહોંચ્યો. શિવસૈનિકોના ઘર ઘરમાં પહોંચ્યો. હવે ફરી એકવાર મરાઠી પ્રોજેક્ટ સાથે નવાઝ પડદા પર દેખાશે. હાલમાં નવાઝે મનસેપ્રમૂખ રાજ ઠાકરેની મુલાકાત પણ લીધી હતી. તથા જલ્દી પોતે એક સરસ મરાઠી પ્રોજેક્ટ લઇને આવી રહ્યો છે એવી ઘોષણા પણ કરી હતી.

છેલ્લા કેટલાંય સમયથી કૌંટુમ્બિક તકરાર અને પત્નિ સાથેના ઝગડાંને કારણે નવાઝ ચર્ચામાં છે. જો કે આ બધા વિવાદોની વચ્ચે હાલમાં જ નવાઝે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. તેથી આ મુલાકાત પાછળ આખરે કારણ શું છે, એવી ચર્ચા રાજકીય વર્તુળો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી હતી. જો કે આ બાબતે જાતે નવાઝે ટ્વીટ કરી જણાવ્યું હતુ કે, ‘મરાઠી ભાષા દિવસ મનાવવાની શરુઆત થઇ ગઇ છે. મરાઠી નાટક, મરાઠી ફિલ્મ અને મહારાષ્ટ્રની લોકકલાનો હું ચાહક છું. બધાને મરાઠી ભાષા દિવસની શુભેચ્છા. બસ થોડા જ સમયમાં અભિજીત પાનસેની સાથે કંઇક ઇન્ટરેસ્ટીંગ આવી રહ્યું છે. ઈંજય મહારાષ્ટ્ર’ આવું ટ્વીટ નવાઝે કર્યું છે. તેથી બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા ભજવનાર નવાઝ હવે કયા નવા રુપમાં અને કયો વિષય લઇને મરાઠી પ્રેક્ષકો સામે આવી રહ્યો છે એ અંગે તમામને ઉત્સુક્તા છે.