ગુજરાતમાં પંચાયતી રાજ નામ પૂરતું, સત્તા સરકાર પાસે મલાઈદાર બિનખેતીની સતા સરકાર ભાજપ શાસીત જી પંચાયતને નહિ આપે

એક સમયે જિલ્લા પંચાયત પ્રમુખનો રૂબાબ અને સતા કેબિનેટ મંત્રી સમકક્ષ હતી, પરંતુ અગાઉ જિલ્લા પંચાયતોમાં કોગ્રેસનું શાસન આવ્યું ત્યારે ભાજપની રાજ્ય સરકારે એક પચી એક સતા આચકી લીધા પછી હાલ રાજ્યની જિલ્લા પંચાયતોમાં ભાજપની જ સત્તા હોવા છતાં અને આ સતાધીશોએ બિનખેતી સહિત સતા આપવા માંગણી કરવા છતાં સરકાર તે આપશે નહિ તેમ જાણવા મળ્યું છે. જમીનને બિન ખેતી કરવામાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ ખુદ ભાજપે અગાઉ કર્યો છે, તો ભાજપની સરકાર આવ્યા બાદ કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે.