ધાનપુરના બીલીયા ગામે બારમાની વિધી માંથી વહેલા ધર આવવાના મામલે હાથ ભાગ્યો

દાહોદ,

જેસાવાડા પોલીસ મથકની હદમાં આવેલ ધાનપુર તાલુકાના બીલીયા ગામે બારમાની વિધિમાંથી વહેલા ઘરે આવી જવાના મામલે એક ઈસમને હાથ પર લાકડી મારી હાથભાંગી નાંખ્યાનું જાણવા મળ્યું છે.

બીલીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા 55 વર્ષીય મસુલભાઈ તેરીયાભાઈ ભુરીયા અને તેની પત્ની 54 વર્ષીય કાળીબેન ભુરીયા પરમ દિવસ તા. 24-2-2023ના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે પોતાના ઘરે બેઠા હતા. તે વખતે તેના ગામનો દિપાભાઈ માજુભાઈ ભુરીયા હાથમાં લાકડી લઈ મસુલભાઈ ભુરીયાના ઘરે આવ્યો હતો અને બેફામ બિભત્સ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મસુલભાઈ ભુરીયાને તું કેમ બારમાની વીધિંમાંથી વહેલો આવતો રહેલ છે. તેમ કહી તેના હાથમાની લાકડી મસુલભાઈ તેરીયાભાઈ ભુરીયાને ડામા હાથે કોણીના નીચેના ભાગે મારી ભાંગી નાંખી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ સંબંધે બીલીયા ગામના ગંભીર ઈજાગ્રસ્ત મસુલભાઈ તેરીયાભાઈ ભુરીયાની પત્ની કાળીબેન ભુરીયાએ જેસાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે બીલીયા ગામના નિશાળ ફળિયાના દિપાભાઈ માજુભાઈ ભુરીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 325, 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.