- રિસર્ચ માટેના અત્યંત ઉપયોગી ટૂલ મેન્ડેલી ઉપર 35 થી વધુ ઑનલાઈન વેબિનાર થકી 3500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન.
દાહોદ,
દાહોદના સરકારી ઇજનેરી કોલેજના વિધુત વિભાગના પ્રતિભાશાળી અધ્યાપક પ્રો. ઈસ્હાક શેખ દ્વારા નવી શિક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને રિસર્ચ માટેના અત્યંત ઉપયોગી ટૂલ મેન્ડેલી ઉપર 35 થી વધુ ઑનલાઈન વેબિનારનો યોજવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટૂલ પર આટલા લેક્ચર આપનાર દેશના તેઓ પ્રથમ પ્રાધ્યાપક છે. પ્રો. ઈસ્હાક શેખ આ ટૂલ માટેના એડવાઈઝરની પદવી ધરાવે છે.
આ નવી શિક્ષણ પ્રણાલી મુજબ સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક દ્વારા વર્ષના દરેક રવિવારે એક વેબિનારનું આયોજન કરવામાં આવતું હતું. આ વેબિનારમાં રાજ્યના દેશ અને વિદેશી રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ જોડાતા હતા. આ પ્રયોગ ગત માર્ચ 2022 થી દરેક રવિવારે શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી 35 થી વધારે વેબિનારનું આયોજન કરીને 3500 થી વધુ રિર્સચ કરતા પી.જી અને પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ટૂલ મેન્ડેલી દ્વારા રિસર્ચ પેપરને ઑનલાઈન કેવી રીતે સર્ચ કરવા, કેવી રીતે ઓનલાઈન સ્ટોર કરવા, રિસર્ચ પેપરને સાઇટેશન કેવી રીતે કરવું, રિસર્ચ પેપરને કેવી રીતે ગોઠવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ માર્ગદર્શન દ્વારા વિધાર્થીઓને રિસર્ચ પેપર સરળતાથી લખવામાં સફળતા મળી હતી. આ પ્રયોગ માટે રિસર્ચ માટેની સંસ્થાન એલ્સેવિયર નેધરલેન્ડ દ્વારા અભિનંદન આપવામાં આવ્યામાં છે.
આ અગાઉ પણ પ્રો. ઈસ્હાક શેખ રિસર્ચ પેપર લખવામાં માટેના અત્યંત ઉપયોગી ટૂલ લેટેક્ષ ઉપર 100 થી વધારે વર્કશોપ આપીને 10000 થી પણ વધારે વિધાર્થીઓને માર્ગદર્શન આપવાનો વિક્રમ ધરાવે છે. એમની આ સિદ્ધિ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પેડાગોજિકલ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો.