સંજેલીમાં ખોડિયાર મંદિર ખાતે જીર્ણોધાર અને નવચંડી યજ્ઞ યોજાયો

સંજેલી,

સંજેલી ખાતે આવેલ પુષ્પસાગર તળાવની તળેટી પર આવેલ ખોડિયાર માતાના મંદિરનું પુન: નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ભવ્ય જીર્ણોધાર અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં ભક્તો આસ્થાભેર જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી. માતાજીના મંદિરના પૂજારી સ્વ.મથુરભાઈ પ્રજાપતિની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય સંતવાણી, અને જીર્ણોધાર ભજન સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા નવચંડી યજ્ઞ, પૂજન અર્ચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભજન સંતવાણી કાર્યક્રમમાં જોડાયા હતા અને પૂજન અર્ચના, યજ્ઞ કરી ધન્યતા અનુભવી હતી.