વીરપુર તાલુકાની ધોરાવાડા ડિવાઇન વિદ્યા સંકુલના ચાર વિદ્યાર્થીઓએ ટેકવેન્ડો ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમોં ગુજરાત મેડલ જીત્યો

વિરપુર,

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોખરા વીરપુર તાલુકાની ધોરાવાડા ખાતે આવેલી ડિવાઇન વિદ્યા સંકુલના અમદાવાદ ખાતે 31 મી સબ જુનિયર 7 મી કેડેટ બોય ગર્લ્સ ગુજરાત રાજ્ય કક્ષાની સ્ટેટ લેવલ 2023 ટેકવેન્ડો ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઈ, જેમાં (1.બારીયા વીરેન્દ્ર મહેશભાઈ (25 થી 27 કિ. ગ્રા) સિલ્વર મેડલ, (2. પંચાલ રુદ્ર રાકેશભાઈ (27થી 29કિ. ગ્રા) સિલ્વર મેડલ, (3.પટેલ દીપ વિમલભાઈ (32થી 34 કિ. ગ્રા )બ્રોન્ઝ મેડલ, (4.પગી મિહિર શૈલેશભાઈ (38થી 40 કિ. ગ્રા) બ્રોન્ઝ મેડલ. આમ કિ.ગ્રા કેટેગરી મુજબ મેડલ પ્રાપ્ત કરીને રાજ્યભરમો મહીસાગર જિલ્લાનું જ નહિ પરંતુ સાથે સાથે ક્ષત્રિય સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. ત્યારે વીરપુર તાલુકાની ડિવાઇન વિદ્યા સંકુલ તેમજ વાલીનું નામ રોશન કરતા તેજસ્વી તારલાઓને શાળા પરિવાર તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચારેય વિધાર્થીઓને શિક્ષણક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.