કડાણા જળાશયના અસરગ્રસ્તોની જમીન ફાળવણી બાબતે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ

મહીસાગર,

કડાણા જળાશયના અસરગ્રસ્તોની જમીન ફાળવણી બાબતે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષ સ્થાને અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોના પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને તેનો ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, કલેક્ટરશ્રી ભાવિન પંડ્યા, અધિક નિવાસી કલેક્ટરશ્રી સી વી લટા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી,ખેતીવાડી અધિકારીશ્રી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.