- સોસાયટીમાં લગભગ ૨૫૦૦ પરિવાર રહે છે,પરંતુ આ સોસાયટીમાં હજુ સુધી એક પણ લાઇટ નથી.
નોઇડા,
ગ્રેટર નોઇડા વેસ્ટની એક સોસાયટીમાં સાંસદ અને ધારાસભ્યના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.હકીકતમાં સુવિધાઓમાં કમીને લઇ સોસાયટીના નિવાસીઓએ આ નિર્ણય કર્યો છે.લાખોના રોકાણ કરી લોકોએ ઘર ખરીદ્યા છે પરંતુ સોસાયટીની અંદર માળખાકીય સુવિધાઓની પણ કમી છે.સોસાયટીના લોકોએ નિર્ણય કર્યો છે કે તે ભાજપ ધારાસભ્ય અને સાંસદને અંદર આવવા દેશે નહીં અને જો આવશે તો તેમનો વિરોધ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં લગભગ ૨૫૦૦ પરિવાર રહે છે પરંતુ આ સોસાયટીમાં હજુ સુધી એક પણ લાઇટ નથી સોસાયટીના નિવાસીઓનું કહેવુ છે કે ગત પાંચ વર્ષથી એક પણ લાઇટ લગાવવામાં આવી નથી જેને કારણે મોટાભાગનો હિસ્સો અંધારામાં ડુબેલો રહે છે.લોકોએ સવાલ પુછયો છે કે જો કોઇની સાથે કોઇ ઘટના બની જાય તો તેના માટે કોણ જવાબદાર હશે.
સોસાયટીના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સમગ્ર સોસાયટીમાં પાર્કિંગ માટે કોઇ જગ્યા નથી લોકો ગમે ત્યાં ગાડીઓ ઉભી કરી દે છે કોઇને ઇમરજેંસીમાં જવું પડે તો રસ્તો પણ મળતો નથી અને અનેકવાર રસ્તામાં જ દર્દીઓના મોત થઇ જાય છે.સોસાયટીમાં રહેતા દિનકર પાંડે નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે સોસાયટીની અંદર કિડ્સ વિસ્તાર નથી ૨૫૦૦ પરિવાર રહે છે અમે આ બધી માંગોને સાંસદ ધારાસભ્યની સામે રાખી પરંતુ સ્થિતિમાં કોઇ પરિવર્તન આવ્યું નથી હવે લોકસભા ચુંટણી આવનાર છે આવામાં સમગ્ર સોસાયટીએ મળી ધારાસભ્ય અને સાંસદના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જયારે રાજકમલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે પાર્કિંગમાં પાણી ભરેલ છે ઘરોનું બેસ નબળુ છે અમે લાખો રૂપિયા આપી અને દેવું કરી ધર ખરીદ્યા છીએ પરંતુ અમને શાંતિ થી રહી શકતા નથી અમે સોોસાયટીના તમામ દરવાજા પર બેનર લગાવ્યા છે અને સોશ્યિલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે અમે અહીં ધારાસભ્ય અને સાંસદને આવવા દઇશું નહીં અને જો આવશે તો તેમનો વિરોધ કરવામાં આવશે.