આઇઆઇટી સ્ટુડન્ટ્સની આત્મહત્યા અંગે સીજેઆઇની પીડા:મને ખબર નથી કે આપણી સંસ્થાઓ ક્યાં ભૂલો કરે છે, બાળકોનાં માતા-પિતા વિશે વિચારતા દુ:ખ થાય છે

નવીદિલ્હી,

આઇઆઇટી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુસાઈડની વધતી ઘટનાઓને લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પોતાની પીડા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ’આ ઘટનાઓ વિશે વિચારીને ચિંતા થાય છે. તે બાળકોના માતા-પિતા વિશે વિચારું છું, ત્યારે દુખ થાય છે. તમને જણાવી દઈએ, ૧૨ ફેબ્રુઆરીના રોજ આઇઆઇટી બોમ્બેમાં ગુજરાતના પ્રથમ વર્ષના સ્ટુડન્ટ દર્શન સોલંકીએ આત્મહત્યા કરી હતી.

સીજેઆઇએ કહ્યું, ’તાજેતરમાં મેં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર વાંચ્યા હતા. આ ઘટનાથી મને ગત વર્ષે ઓડિશાની નેશનલ લો યુનિવર્સિટીમાં આદિવાસી સ્ટુડન્ટની આત્મહત્યાના સમાચાર યાદ આવ્યા. મારું હૃદય આ વિદ્યાર્થીઓના પરિવાર વિશે વિચારીને હદયને દુખ પહોંચે. પરંતુ મને એ વિચારીને આશ્ર્ચર્ય થાય છે કે આખરે અમારી સંસ્થાઓ ક્યાં ભૂલ કરી રહી છે કે વિદ્યાર્થીઓ પોતાનું કિંમતી જીવન ગુમાવી રહ્યા છે.

હૈદરાબાદમાં નેશનલ એકેડેમી લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના કોન્વોકેશનમાં આઇઆઇટી બોમ્બેમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટનાનો સંદર્ભ આપતા તેમણે જણાવ્યું કે સમાજમાં પરિવર્તન લાવવા કોર્ટની અંદર અને બહાર અર્થપૂર્ણ ચર્ચા અંગે ન્યાયાધીશોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.

સીજેઆઇએ કહ્યું કે જોવા મળે છે કે આવા કિસ્સાઓ સમાજના વંચિત વિસ્તારમાંથી વધુ આવી રહ્યા છે. આ ઘટનાઓ માત્ર આંકડા નથી. આ સદીઓના સંઘર્ષની કહાની છે. મને લાગે છે કે જો આપણે આ મુદ્દાને હલ કરવા માગીએ છીએ તો આપણે પહેલાં સમસ્યા જોવી અને સમજવી પડશે. તેમણે કહ્યું કે હું વકીલોના મેન્ટલ હેલ્થ પર ફોક્સ કરતો આવ્યું છું. વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

તેમણે વધુમાં કહ્યું, ’માત્ર શૈક્ષણિક અભ્યાસક્રમ એટલું જ નહીં કે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમ અને કરુણાની લાગણીને જાગૃત કરે, પરંતુ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ. મને લાગે છે કે ભેદભાવનો સંપૂર્ણ મુદ્દો સીધો જ શૈક્ષણિક સંસ્થાઓમાં શોક અને કરુણાના અભાવ સાથે સંબંધિત છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓએ પ્રથમ પગલું વિદ્યાર્થીઓમાં સંવેદના વધારવા તરફ ભરવું જોઈએ.