અમદાવાદ,
વિરમગામ-માલવણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. મોરબી ગોધરા રૂટની એસટી બસે મોટી મજેઠી ગામ પાસે મોડી રાતે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.
બનાસકાંઠામા હિટ અને રનની ઘટના સામે આવી હતી. બનાસકાંઠાના રાધનપુર ડિસા હાઈવે પર બાઈક ચાલક અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જેને તાત્કાલીક ધોરણે પીએમ માટે ડિસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડીસા રુરલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હિટ અને રનની અન્ય એક ઘટના ભૂજમાં પણ સામે આવી હતી. ભૂજમાં ભુજીયાથી દેઢિયા જતા ૩ બાઈક સવાર લોકોને ટ્રેકટરે ટક્કર મારી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા ૧૦૮ બોલાવવામાં આવી હતી અને પીડિત લોકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કચ્છ પોલીસે આ ઘટનામાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં પણ હિટ અને રનની અન્ય એક ઘટના સામે આવી હતી. વડોદરાના મુવાલ અને પાદરાના રોડ પર બાઈક ચાલક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈચાલકનું મોત થયું હતો. અકસ્માત સર્જાતા પીડીતને તાત્કાલીક ધોરણે મુવાલની બાલાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતો.