રાહુલ ગાંધીએ બાળપણમાં ઘર છોડવાનો કિસ્સો જણાવ્યો

  • ૫૨ વર્ષથી અમારી પાસે પોતાનું ઘર હતું નહીં, સોનિયા ભાવુક થયાં.
  • અમે કન્યાકુમારીથી શ્રીનગર સુધી ૪ મહિના સુધી ભારત જોડો યાત્રા કરી, લાખો લોકો અમારી સાથે ચાલ્યા.

રાયપુર,

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ચાલી રહેલાં કોંગ્રેસના ૮૫માં મહાસત્રનો આજે ત્રીજો અને છેલ્લો દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધી હતી આ પ્રસંગે રાહુલે કહ્યું હતું કે અમે કન્યાકુમારીથી શ્રીનગર સુધી ૪ મહિના સુધી ભારત જોડો યાત્રા કરી. વીડિયોમાં તમે મારો ચહેરો જોયો, લાખો લોકો અમારી સાથે ચાલ્યા. અમે વરસાદ, ગરમી અને બરફમાં સાથે ચાલ્યા. ઘણું શીખવા મળ્યું. તમે જોયું જ હશે કે પંજાબમાં એક મિકેનિક આવીને મને મળ્યો. મેં તેનો હાથ પકડીને તેની વર્ષોની તપસ્યા, પીડા અને દુ:ખને ઓળખી લીધું. લાખો ખેડૂતો સાથે હાથ મિલાવતો, ગળે લગાડતો હતો એક ટ્રાન્સમિશન જેવું બની જતું હતું. શરૂઆતમાં બોલવાની જરૂર પડતી નહીં કે, તમે શું કરો છો, તમારા કેટલા બાળકો છે, શું મુશ્કેલીઓ છે. આવું દોઢ મહિના સુધી ચાલ્યું અને પછી બોલવાની જરૂર જ ન રહી. જેમ જેમ હાથ પકડતો, ગળે લાગતો, તેમની પીડા એક સેકન્ડમાં સમજી જતો હતો. જે હું તેમને કહેવા ઇચ્છતો હતો, તેઓ કશું જ બોલ્યા વિના મને સમજી જતાં હતાં.

રાહુલ ગાંધીએ કહ્યું, તમે બોટ રેસ જોઈ હશે. હું બોટમાં બેઠો હતો. મારા પગમાં ભયંકર દુખાવો હતો. હું તે ફોટામાં હસી રહ્યો છું. પરંતુ મને અંદરથી રડવું આવી રહ્યું હતું. મેં યાત્રા શરૂ કરી. ફિટ વ્યક્તિ છું. ૧૦-૧૨ કિમી દોડી લઉ છું. અભિમાન હતું કે ૨૦-૨૫ કિમી ચાલવું કઇ મોટી વાત છે. જૂનો ઘાવ હતો. કોલેજમાં ફુટબોલ રમતી સમયે ઈજા પહોંચી હતી. તે દુખાવો જતો રહ્યો હતો. જ્યારે યાત્રા શરૂ કરી, દુખાવો ફરી થવા લાગ્યો. તમે મારો પરિવાર છો તો તમને કહી શકું છું કે સવારે જાગીને વિચારતો હતો કે કેવી રીતે ચાલી શકાય. તે પછી વિચારતો હતો કે ૨૫ કિમી નહીં ૩ હજાર ૫૦૦ કિમી ચાલવાનું છે, કેવી રીતે ચાલીશ. પછી કંટેનરથી ઉતરતો હતો અને ચાલવા લાગતો હતો. લોકોને મળતો હતો. પહેલાં ૧૦-૧૫ દિવસમાં અભિમાન અને ઘમંડ ગાયબ થઈ ગયું. કેમ ગાયબ થયું. કેમ કે ભારત માતાએ મેસેજ આપ્યો કે તમે કન્યાકુમારીથી કાશ્મીર માટે રવાના થયા છો તો તમારા હૃદયમાંથી અભિમાન દૂર કરો. મારે આ વાત સાંભળવી પડી. મારામાં આટલી શક્તિ હતી નહીં કે આ વાતને ઇગ્નોર કરું.