ઇન્દોરમાં સ્પિનર્સનો સામનો કરવા માટે કંગારૂ બેટસમેને યોજના બનાવી

  • ૧ માર્ચથી ત્રીજી મેચ રમાશે,ભારત ૦-૨થી આગળ છે.

ઇન્દોર,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીજ વર્તમાન બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૩ હેઠળ રમાઇ રહી છે.પહેલી બંન્ને ટેસ્ટ મેચ જીતચી ટીમ ઇન્ડિયા ૨-૦ની અજેય સરસાઇ બનાવી ચુકી છે.અત્યાર સુધી ભારતીય સ્પિનર્સ ખાસ કરીને રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્ર અશ્ર્વિન કંગારૂ બેટસમેનો પર હાવી રહી છે.બંન્નેએ પહેલી બે ટેસ્ટ મેચોમાં ૪૦માંથી ૩૧ વિકેટ પોતાના નામે કરી છે.જાડેજાએ ૧૭ તો અશ્ર્વિને ૧૪ વિકેટ લીધી છે.જયારે પુરી રીતે ઓસ્ટ્રેલિયાઇ બેટસમેન ભારતીય સ્પિનર્સની આગળ સંધર્ષ કરતા નજરે પડયા છે.તેને લઇ હવે ઇન્દોરમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ પહેલા એક બેટસમેને ખાસ યોજના તૈયાર કરી છે.

ઓસ્ટ્રેલિયાના ડાબોડી બેટસમેન ટ્રેપેવીસ હેડ એક માર્ચથી ઇન્દોરમાં શરૂ થનાર ત્રીજી ટેસ્ટ માટે ખાસ તૈયારી કરી રહ્યાં છે તેમણે ભારતીય સ્પિનરોની વિરૂધ આક્રમક વલણ બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે.ઓસ્ટ્રેલિયાને નાગપુર અને દિલ્હી બંન્ને ટેસ્ટ મેચોમાં ત્રણ દિવસની અંદર હારનો સામનો કરવો પડયો હતો રવિવારે દિલ્હીમાં મેચ ખતમ થઇ ગયા બાદ પણ કંગારૂ ટીમ અહીં રોકાઇ રહી કોહનીમાં ફેકચરના કારણે ઓપનર બેટસમેન ડેવિડ વોર્નર સ્વદેશ પાછા ગયા છે અને આવામાં ઇન્દોરમાં શરૂ યોજાનાર ત્રીજી ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજાની સાથે હેડ પારીની શરૂઆત કરશે તે નાગપુરમાં રમાયેલી સીરીજની પહેલી ટેસ્ટમાં ટીમનો હિસ્સો ન હતો.

નાગપુર ટેસ્ટની પ્લેઇગ ૧૧માં જગ્યા ન મળવાની બાબતે પુછવા પર હેડે કહ્યું કે કંઇક એવું હતો જેની અહીં આવ્યા બાદ મને આશા ન હતી.તેને લઇ ખુબ ચર્ચા થઇ તેના પર સૌથી અલગ અલગ મત છે હું કોચિંગ સ્ટાફ અને પસંદગીકર્તાનું સમ્માન કરૂ છું મારી તેમની સાથે ખુબ મજબુત સંબંધ છે.મેચ શરૂ થવાના આગલા દિવસે મેં ખુદ કહ્યું હતું કે હું હજુ પણ પ્રવાસ પર છું અને ઓસ્ટ્રેલિયા માટે રમી રહ્યો છું હું હજુ એજ કરી રહ્યો છું જે મને પસંદ છે.હું પ્રતિસ્પર્ધા કરવાનું અને રમવાનું પસંદ કરૂ છું પરંતુ એક અન્ય પદ્ધતિ છે જેમાં હું ખેલાડીઓને સમર્થન કરી શકુ છું અને મારી તકની સારી તૈયારી કરી શકુ છું મને હજુ પણ લાગે છે કે હું એક સારી જગ્યા પર છું આ ફકત એક અઠવાડીયું હતું જે મારી અનુસાર રહ્યું નથી.

દિલ્હી ટેસ્ટ મેચનની બીજી ઇનિગ્સમાં વોર્નરને ઇજા થયા બાદ હેડને ઓપનિંગ કરી પહેલી ઇનિગ્સની શરૂઆત કરતા હેડે આક્રમક બેટીંગ કરી અને મેચના બીજા દિવસે ભારતીય સ્પિનરોને દબાણમાં લાવ્યા ત્રીજા દિવસની રમત શરૂ થયા બાદ પહેલી જ બોલ પર તેમના આઉટ થયા બાદ ભારતે મેચ પર પકકડ જમાવી ઓસ્ટ્રેલિયાએ ૫૨ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી હેડે કહ્યું કે કોટલામાં બીજી ઇનિગ્સમાં ૪૨ રન બનાવી તેનો આત્મવિશ્ર્વાસ ખુબ વયો છે તેમણે કહ્યું કે તે (અશ્ર્વિન અને જાડેજા) ખુબ કુશલ બોલર છે પરંતુ જે રીતે હું પગલાનો ઉપયોગ કરી આગળ અને પાછળ જઇ રહ્યાં હતાં તેનાથી હું હકીકતમાં ખુશ હતો આ એક નોટી ઝલક હતી પરંતુ અનેકવાર નાના નમુના ખુબ હોંસલો વધારે છે.

હેડે એ પણ માન્યુ કે સીરીજમાં વારસી માટે તેમની ટીમને ખુબ મહેનત કરવી પડશે તેમણે કહ્યું કે અમારી ટીમ ખુબ મજબુત અને એક છે.મેચ દરમિયાન એવો સમય હશે જયારે અમારી સ્થિતિ મજબુત હશે નહીં પરંતુ તેનો સામનો કરાશે તમે જેવું ઇચ્છે તેવી પરિસ્થિતિ હશે નહીં અમારા માટે આગામી બે અઠવાડીયામાં કડક પડકારો હશે અમારે જોવું પડશે કે કેવી લય હાંસલ કરીએ અને ફરી પકકડ બનાવીએ.દર્શકોથી ભરેલ સ્ટેડિયમમાં શોરની વચ્ચે અમારે ખુદનું સમર્થન કરવું પડશે.