મુંબઇ,
અક્ષય કુમારની સેલ્ફી બોક્સ ઓફિસ પરઊંધા માથે પટકાઇ છે.રિલીઝના પ્રથમ દિવસથી જ થિયેટરો ખાલીખમ જોવા મળી રહ્યા છે. આ જ કારણએ ઘણા શો કેન્સલ કરવાપડયા છે. અક્ષય તો ઇચ્છતો હતો કે ફિલ્મ સેલ્ફીથી તેની નવા વરસની સારી શરૂઆત થાય, પરંતુ તેમ થઇ શક્યું નથી. સેલ્ફીના પ્રથમ દિવસના કલેકશનનો રિપોર્ટ આવી ગયો છે જે જોઇને ફિલ્મ નિષ્ફળ ગઇ હોવાનુ પૂરવાર થાય છે.અક્ષયની આ પાંચમી ફિલ્મ છે જે સતત નિષ્ફળ ગઇ છે, છેલ્લા ૧૩ વરસમાં અક્ષયની કોઇ પણ ફિલ્મ કરતાં આ ફિલ્મનું ઓપનિંગ સૌથી ઓછું થયું છે.
સેલ્ફી ટ્રેલર રિલીઝ સાથે જ ફિલ્મ માટે ક્રેઝ કે ઉત્સાહ જોવા મળ્યો નહોતો. રિલીઝ થયા પછી પણ દર્શકોમાં આ ફિલ્મ જોવાનો ઉત્સાહ જોવા મળ્યો નથી. સોશિયલ મીડિયા પર ઘણઆ લોકોએ સિનેમા હોલની ખાલી ખુરશીઓની તસવીરો શેર કરી છે. મોનગની ઓક્યુપસી ફક્ત ૬ ટકા જ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ નિરાશાજનક જ છે.
અક્ષયની સેલ્ફી ફિલ્મે ઓપનિંગ ડે પર ફક્ત ૩ કરોડ રૂપિયાનું જ કલેકશન કર્યું છે. દર્શકોની સંખ્યા નાઇટ શોમાં નહીં જેવી વધી હતી પરંતુ બોક્સ ઓફિસ પર તો તેનું પરિણામ નિરાશાજનક જ છે. રૂપિયા ૧૦૦ કરોડમાં બનનારી આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે ફક્ત ૩ કરોડ રૂપિયા જ મેળળ્યા છે. પરિણામે ફિલ્મના ઘણા શો રદ કરવા પડયા છે. જોકે સિનેપંડિતો હજી પણ આશા નથી છોડી રહ્યા અને શનિવાર-રવિવારના બોક્સઓફિસ આંકડા પર આશા રાખીને બેઠા છે.