પરમારના ખાખરીયા પ્રાથમિક શાળા ખાતે શાળા સ્થાપના દિવસ તથા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

લીમખેડા,

લીમખેડા તાલુકાના અગારા(ઉ) પગારકેન્દ્રમાં આવેલી પરમારના ખાખરીયા પ્રાથમિક શાળા ખાતે શાળા સ્થાપના દિવસ તથા વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. “શાળાના 69 માં સ્થાપના દિવસ નિમિતે તા-25/02/2023 ને શનિવારના રોજ યોજેયેલ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તથા અતિથિ વિશેષ તરીકે બી.આર.સી.કો.ઓ.ૠષિભાઈ સલાણીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કેક કાપીને શાળા સ્થાપના દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 22 જેટલી વિવિધ પ્રવૃત્તિઓની રજૂઆત ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવી હતી.

શાળા સ્થાપના દિવસની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ એમ ત્રિવેણી સંગમનાં કાર્યક્રમમાં સી.આર.સી કો.ઓર્ડીનેટર અગારા(ઉ)- જશુભાઈ પી બામણિયા, સી.આર.સી.કો.ઓર્ડીનેટર બાર – મેહુલભાઈ ચૌધરી, સી.આર.સી.કો.ઓર્ડીનેટર લીમખેડા – કૌશિકભાઈ પ્રજાપતિ, શૈક્ષીક મહાસંઘ લીમખેડાના મંત્રી શનુભાઈ ભાભોર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બારના હોદ્દેદારો, અગારા(ઉ) પગાર કેન્દ્રના આચાર્ય કલસિંગભાઈ રાવત, પગારકેન્દ્રની વિવિધ શાળાના આચાર્યઓ, શિક્ષક ભાઈ-બહેનો, ગામના સરપંચ, એસ.એમ.સી.અધ્યક્ષ, એસ.એમ.સી.સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.