દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા નગર માંથી પસાર થતી દાહોદ – ગરબાડા બસમાં અચાનક અગમ્યકારણોસર બસનું વાયરીંગ બળી જતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં હતાં. ઘટનાને પગલે બસના ચાલક તેમજ કંડક્ટરે સમય સુચકતા વાપરી બસમાં સવાર મુસાફરોને હેમખેમ બસમાંથી બહાર કાઢ્યાં બાદ બસમાં વાયરીંગમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવતાં આગને કાબુમાં લીધી હતી.
ફતેપુરા નગરમાંથી પસાર થતી દાહોદ – ફતેપુરા બસ ફતેપુરા બસ સ્ટેશન ખાતેથી નીકળી દાહોદ આવી રહી હતી તે સમયે ફતેપુરામાંજ બસના વાયરીંગમાં ચાલુ બસે આગ ભભુકી ઉઠતાં ફતેપુરા નગરમાંજ બસને ઉભી રાખવાની ચાલકને ફરજ પડી હતી. બસમાં સવાર મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને સ્થાનીક લોકોની મદદથી બસના ચાલક અને કંડક્ટરે બસમાં વાયરીંગમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે ઘટનાને પગલે કોઈ મુસાફરને જાનહાની થવા પામી ન હતી. આગ ક્યાં કારણોસર લાગી તેનું સાચુ કારણ જાણવા મળ્યું નથી.