કોરોનામાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતા અનેક દેશો ફરીવાર પોતાના દેશમાં લોકડાઉન લગાવી રહ્યા છે. બ્રિટનમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને વડાપ્રધાન બોરિસ જોનસને શનિવારે દેશભરમાં ફરીથી એક મહિના માટે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. બોરિસ જોનસને શુક્રવારે કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલી વૃદ્ધિ અને હોસ્પિટલમાં વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રતિબંધો લગાવવાના મુદ્દા પર મંત્રીમંડળના વરિષ્ઠ સહયોગીઓ સાથે વાતચીત કરી હતી. એવી આશા રાખવામાં આવી રહી હતી કે, લોકડાઉન લગાવવાની જાહેરાત સોમવારે કરવામાં આવશે, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તેની જાહેરાત શનિવારે જ કરી દેવામાં આવી હતી.
દેશભરમાં ગુરુવારથી લોકડાઉનનું પાલન કડકાઈથી કરવામાં આવશે. તેના માટે નિયમોની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકોને ઘરમાંથી નીકળવાની મંજૂરી નહીં હોય. તેમને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ ઘરથી બહાર જવાની છૂટ હશે. તેઓ કામ માટે, શાળા, કોલેજ અને એક્સરસાઈઝ કરવા માટે બહાર જઈ શકશે. આવશ્યક વસ્તુઓને છોડીને બધુ જ બંધ રહેશે. આ પ્રતિબંધો 2 ડિસેમ્બર સુધી લાગુ કરવાની યોજના છે. આ નવા પ્રતિબંધો હેઠળ પબ, બાર અને રેસ્ટોરન્ટ બંધ રહેશે પરંતુ, રેસ્ટોરન્ટથી ખાવાનું ઘર પર લઈ જઈને ખાઈ શકશે. બ્રિટનમાં બધી મનોરંજનની જગ્યાઓ બંધ રહેશે અને ગેર-અનિવાર્ય વસ્તુઓની જગ્યા બંધ રહેશે.
બોરિસ જોનસને કહ્યું કે, અમારે હવે કાર્યવાહી કરવી પડશે, કેમકે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો. આ વાત તેમણે લોકડાઉનની પ્લાનિંગ પર કેબિનેટ બેઠકમાં હસ્તાક્ષર કર્યા બાદ કહી હતી. બોરિસ જોનસને કહ્યું કે, અમે પ્રકૃતિ સામે નતમસ્તક થઈ ગયા છીએ. આ દેશમાં, યૂરોપમાં કોરોના વાયરસનું સંક્રમણ વૈજ્ઞાનિક સલાહકારો મુજબ અન્ય જગ્યાઓની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન નવા ઉપાયો લાગુ કરશે. એ હેઠળ આ ઉપાયોમાં એક નાણાંકીય સહાયતા યોજનાને વિસ્તાર કરવાનું સામેલ છે જેથી વ્યવસાયોને એક વધારાના મહિનાથી ડિસેમ્બર માટે કર્મચારીઓને પગાર આપવામાં મદદ મળી શકે. આ આશયની જાહેરાત સોમવારે સંસદમાં થઈ શકે છે. તેના પર સોમવારે વોટિંગ કરશે.
યૂરોપમાં કોરોનાના કેસોમાં ફરી આવેલા ઉછળા પર નિયંત્રણ મેળવવા માટે કેટલાક દેશોમાં ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. આ પહેલા ફ્રાન્સમાં ગુરુવારે 4 અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરવા આવી છે. વડાપ્રધાન બોરિસ જોનસને અધિકારીક ટ્વીટર અકાઉન્ટથી એક વીડિયો ટ્વિટ કરતાં લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે 4 અઠવાડિયોઓ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ લોકડાઉન વધારવા કે ખત્મ કરવા પર નિર્ણય લેવામાં આવશે. ટ્વીટમાં અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘરથી ખાવા-પીવાની વસ્તુ લાવવા, મેડિકલ ઉદ્દેશ્ય, એક્સરસાઈઝ, અભ્યાસ કે કામ માટે જ નીકળો. જો સંભવ હોય તો ઘરથી જ કામ કરો. જરૂરત વિના મુસાફરી ટાળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.