લીમડી રીધમ હાર્ટ ઈન્સ્ટીટયુટ ખાતે નિ:શુલ્ક હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો

ઝાલોદ,

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રીધમ હાર્ટ ઇન્સ્ટિટયૂટ દાહોદ અમે લાયન્સ ક્લબ ઓફ લીમડી દ્વારા નિ:શુલ્ક હાર્ટ ચેક-અપ કેમ્પ યોજાયો.

200 થી વધુ લોકો દ્વારા કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો. 26-02-2023 રવિવારના રોજ સવારે 10.00 વાગ્યા થી બપોરે 3.00 વાગ્યા સુધી બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલમાં રીધમ હાર્ટ ઇન્સ્ટિટયૂટ દાહોદ અને લાયન્સ ક્લબ ઓફ લીમડી દ્વારા નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200 થી વધુ લોકો દ્વારા કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો હતો.