- ખાણ અને ખનિજ વિભાગના ભ્રષ્ટ કર્મચારીઓને રેતી માફિયાઓના દ્વારા કેટલાને હપ્તા મળી રહ્યા છે…???
દે.બારીયા,
દે.બારીયા શહેર અને પંથકની મોટી નદી એટલે પાનમ નદી જે શહેરના દક્ષિણેથી પસાર થતી નદી શહેર અને પંથક માટે જીવાદોરી છે. જીલ્લા ખાણ અને ખનિજ વિભાગના કર્મીઓ તેમજ ટ્રાફિકના કર્મીનો માટે પણ લહેર પાણીનું વ્યવહાર ચાલે છે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. પાનમ નદીનુંં અૃમત સમાન પાણી શહેરમાં વસતા આમ પ્રજા 20-25 હજાર વસતા આમ, પબ્લીક માટે અમૃત પાણી પુરુ થાય છે. તેમજ મુંગા પશુઓને પાણીની તરસ મીટાવવા માટે દુર દુર સુધી જવું ના પડે તે માટે રેતી માફિયાઓને કોણ રોકશે…. ખરો તે યક્ષ પ્રશ્ર્ન છે.
મળતી વિગતો મુજબ લીઝ ધારકો અને દુપ્પલલીઝધારકોના દ્વારા ઉંંડા ખાડા ખોદી ખનન કરી રહ્યા છે. તેના કારણે પાણીના સ્તર પણ ઝડપથી નીચે ગયા હોવાની વિગતો છે. નદીને બચાવવા સરકારનું આહ્વવાન શું ? નદીઓ લુપ્તના થાય તેના માટે ગુજરાતની સરકારે ગ્રાન્ટનું પણ પ્રાવધાન છે. તે ગ્રાન્ટનો સદ્દઉપયોગ કરવાનો સમય આવી ચુકયો છે. પાનમ નદીના પટનું ચેકડેમમાં પાણી ઓછું થતું જાય છે. તેવા સમયે તેની સાફસફાઈ કરવી રહી હાલમાં લીલ કાસમાં નદીના તટમાં જામી ગઈ છે. તેને સાફ કરવા માટે તંત્ર આગળ આવશે ખરો કે પેપરો બતાવી દેવામાં આવશે.
ખાણ અને ખનિજ વિભાગના ધારાધોરણની શરતોનું ઉલ્લંધન થઈ રહ્યો છે. લીઝની દહની બહાર પણ ઉંડા ઉંડા ખાડા પાડીને બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. જેના કારણે આસપાસના ગામોના મુંગા પશુઓને આગળ આવતાં કારમાં ઉનાળામાં પીવાના પાણી માટે દુર દુર સુધી રખડવું ના પડે તે ધ્યાને રાખી તેમજ ઉનાળાનો આગમન થઈ ચુકયો છે. તો ખનિજ વિભાગ તેમજ દાહોદ જીલ્લાનું તંત્ર બન્નેના સહયોગથી એકશનમાં આવશે ખરું…? પાનમ નદીના ચેકડેમનુંં પાણી સંપૂર્ણ ખલાસ થશે તો વોટર્સવર્કના માટે પાનમ નદીના તટના કુવામાં સ્તર પણ નીચે જતા વાર નહિ લાગે આસપાસના ગ્રામ્યમાંના પંથકમાં પાણીનો સંકટ ઉભો થતા પહેલા સત્વરે આકરા પગલાં ભરાશે તે આવનારો સમય બતાવશે.