ગોધરાના જહુરપુરા વિસ્તારમાં ચોરોનો આતંક : ટેમ્૫ો, છકડો જેવા વાહનોમાંથી બેટરીઓની ચોરી

છેલ્લા કેટલાક દિવસોમાં ૧૫જેટલા વાહનોમાંથી બેટરીઓની ચોરી.

ગોધરા,
ગોધરા શહેર બી ડીવીઝન પાસે આવેલ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં વાહનોમાંથી બેટરી ચોરી થવા બાબતે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી. વાહનો માંથી બેટરીની ચોરી કરતાં ચોર ઈસમો સી.સી.ટીવી ફ્રુટેજમાં દેખાઈ રહ્યા છે. ત્યારે આવા ઈસમોને ઝડપી પાડવામાં આવે તે જરૂરી છે.

ગોધરા બી ડીવીઝન પોલીસ મથક પાછળ હેડ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો ટેમ્પો તેમજ છકડો ચલાવીને ગુજરાત ચલાવતા હોય છે.આવા વાહન ચાલકોના વાહનોમાંથી રાત્રીના સમયે ચોર ઈસમો દ્વારા પાર્ક કરેલ વાહનોમાંથી બેટરીઓની ચોરી કરી જતાં હતા. અત્યાર સુધી ૧૫ જેટલા વાહનોમાંથી બેટરીઓની ચોરી કરી ગયા છે. ટેમ્પો અને છકડો જેવા વાહનો માંથી બેટરી ચોરી થતી હોય જેને લઈ વાહન ચાલકો દ્વારા આ વિસ્તારમાં મુકવામાં આવેલ સી.સી. ટીવી કેમેરામાં જોતા બેટરી ચોરી કરતાં ઈસમોના ફુટેજ મળી આવ્યા છે. ત્યારે વાહનોમાંથી બેટરી ચોરી કરતા ચોર ઈસમોને ઝડપી પાડવામાં આવે તે માટે ટેમ્૫ો અને છકડા ધરાવતા વાહન ચાલકો દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે. અને બેટરી ચોર ઈસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરી.