
મુંબઇ,
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ટી ૨૦ વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૦માં પણ ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૦માં પણ ચેમ્પિયન બની હતી. આ સાથે જ ભારતીય ટીમ ટી ૨૦ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચોથીવાર હારી ગઈ છે. આ પહેલા ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૮માં પણ ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન બનાવ્યા હતા. ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની હતી. જવાબમાં ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવી શકી હતી.