મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના: ગરીબ અને શ્રમિક પરિવારોના વિકાસ માટે બજેટમાં નવી જાહેરાત

  • ગુજરાતમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે સરકાર કટ્ટીબદ્ધ : નાણાંમંત્રી

ગાંધીનગર,

ગુજરાતના નાણાંમંત્રીએ આજે વિધાનસભામાં આજે બજેટ રજુ કર્યું હતું જેમાં ગુજરાતમાં ગરીબ અને શ્રમિક પરિવારોનો વિકાસ થાય તે માટે બજેટમાં નવી જાહેરાત કરવામાં આવી છે. શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં ગરીબ અને જરુરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધા અને શૌચાલય સાથેના આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ પગલાં ભર્યા છે. નાણામંત્રીએ બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં બાકી રહેલા પાત્રતા ધરાવતા ગરીબ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય નક્કી કર્યો છે.

છેવાડાના વ્યક્તિનો વિકાસ થાય તે માટે પણ સરકાર પોતે કટિબદ્ધ હોવાનું બજેટમાં જણાવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબોના વિકાસ માટે કરાતા કામો અંગે જણાવ્યું છે કે, શ્રમયોગીઓના કલ્યાણ માટે હું મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત શ્રમિક વર્ગને પોતાના કામના સ્થળની નજીક રહેવાની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે કામના સ્થળની નજીક શ્રમિક પરિવારોને રહેવા સહિતની પાયાની સુવિધા મળી રહે તેની કામગીરી આ યોજના અંતર્ગત કરવામાં આવશે. જે અંગે નાણામંત્રીએ પોતાના બજેટ દરમિયાન જાહેરાત કરી છે કે, કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથેની રહેણાકની વ્યવસ્થા શ્રમિક પરિવાર માટે ખુશહાલી લાવશે. શ્રમિકોને ૫ રૂપિયાના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની વાત પણ બજેટમાં કરવામાં આવી છે.

ગરીબ અને શ્રમિક પરિવારો ભૂખ્યા ના રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની વાત કરીને નાણામંત્રીએ કહ્યું કે, નવા ૧૫૦ કેન્દ્રો શરુ કરવામાં આવશે. ગરીબોના વિકાસને સઘન બનાવવા માટે આગામી ૫ વર્ષમાં અંદાજીત ૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેમ પણ નાણામંત્રીએ જણાવ્યું છે.

બજેટમાં સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની સાથે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના શહેરોમાં મજૂરી કામ માટે આવતા ગરીબ પરિવારોને ઉપલબ્ધ કરાય તે જરુરી છે. શહેરી વિસ્તારમાં રાજ્યના ગરીબ પરિવારો કામની શોધવામાં આવતા હોય છે ત્યારે તેમના રૂપિયા ભોજન અને રહેવાની વ્યવસ્થા પાછળ ખર્ચાઈ જતા બચાવવા માટે આ યોજનાનો વ્યાપ શહેરી વિસ્તારમાં વધે તે જરુરી છે.