
નવીદિલ્હી,
૧૯૮૩માં દેશને પહેલો વર્લ્ડકપ જીતાડનારા ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ફરીવાર રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યો છે. કપિલ દેવને લાગે છે કે રોહિત એક શાનદાર બેટર છે પરંતુ તે વધુ પડતો જાડિયો થઈ ગયો છે. રોહિતની ફિટનેસની તુલના ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે કરતા કપિલ દેવે કહ્યું કે રોહિતે તેની ફિટનેસ સુધારવી પડશે.
કપિલ દેવે કહ્યું કે, એક કેપ્ટન તરીકે પોતાની ફિટનેસ જાળવવી અત્યંત જરૂરી બની જાય છે. કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે પરંતુ તેણે પોતાના જ સાથી ખેલાડી કોહલી પાસેથી ફિટનેસને લઈને પ્રેરણા લેવી જોઈએ જે હજુ પણ એકદમ ફિટ અને તરોતાજા દેખાઈ રહ્યો છે.
જ્યાં સુધી ફિટનેસના સ્તરનો સંબંધ છે ત્યાં સુધીનું તમે સ્તર ન મેળવી શકું તો એ શરમની વાત છે. રોહિતે પોતાની ફિટનેસ પર થોડી મહેનત કરવાની જરૂર છે. રોહિત શર્મા શાનદાર બેટર છે પરંતુ જ્યારે તમે તમારા ફિટનેસ લેવલની વાત કરો છે ત્યારે તમે વધુ પણ જાડિયા લાગી રહ્યા છો. તમે વિરાટને જુઓ, જ્યારે પણ તમને તેને જોશો એટલે એમ જ કહેશે કે ફિટનેસ હોય તો આવી !
ઉલ્લેખનીય છે કે, રોહિતની ફિટનેસને લઈને કપિલ દેવ આ પહેલાં પણ પ્રશ્ર્ન ઉઠાવી ચૂક્યા છે. તેમણે પાછલા મહિને પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે રોહિતની ક્રિકેટ ક્ષમતા ઉપર કોઈ શંકા નથી પરંતુ તેની ફિટનેસ હંમેશા એક સવાલ રહ્યો છે.