
મુંબઇ,
નવાઝુદ્દીન સિદ્દીકીની અંગત જીંદગી વધુ વિવાદમાં આવી ગઈ છે કારણ કે તેની પત્ની આલિયા સિદ્દીકીએ અભિનેતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં આલિયાએ આરોપ લગાવ્યો છે કે, કસ્ટડીની લડાઈમાં અભિનેતા તેના બાળકોને તેની પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આલિયાએ આ વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયોમાં આલિયાએ કહ્યું, કે “તેણે દાવો કર્યો છે કે તે બાળકોની કસ્ટડી ઈચ્છે છે. તેણે બાળકોના પ્રેમનો અનુભવ કર્યો નથી, તેને ડાયપરનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ ખબર નથી કે પછી અમારા બાળકો ક્યારે મોટા થયા તેનો ખ્યાલ નથી અને આજે તે બાળકોને મારી પાસેથી લેવા માંગે છે કે તે એક સારા પિતા છે.તે કાયર પિતા છે. તે પોતાની શક્તિનો દુરુપયોગ કરીને માતા પાસેથી બાળકોને ચોરી રહ્યો છે.
આલિયાએ કહ્યું મેં મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષો તેને આપ્યા છે. હું પહેલેથી જ આર્થિક નુક્સાનનો સામનો કરી રહી છું અને તેણે મને ચારે બાજુથી કમજોર બનાવી દીધી છે. ખ્યાતિ તેના માથા પર ગઈ છે. મારો પુત્ર પિતાના પ્રેમને પણ જાણતો નથી કારણ કે તેણે હંમેશા એક જ બાળક જોયું છે. પરંતુ મને કાયદા અને કોર્ટમાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે પરિણામ મારી તરફેણમાં આવશે.
આલિયાએ અભિનેતા સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો હોવાનું જણાવતા કેપ્શનમાં લખ્યું હતું, “એક મહાન અભિનેતા જેણે મહાન માનવ બનવાનો પ્રયાસ કર્યો નથી. તેની નિર્દય માતા જે મારા માસૂમ બાળકને ગેરકાયદેસર કહે છે અને આ બદમાશ મૌન રહે છે-ગઈકાલે જ વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ (પુરાવા સાથે) દાખલ કરવામાં આવી છે. ગમે તે થાય, હું મારા નિર્દોષ બાળકોને આ હૃદયહીન હાથમાં જવા નહીં દઉં.