અમેરિકી વિદેશ મંત્રી આવશે ભારતની મુલાકાતે, મહત્વના મુદ્દા પર ચર્ચા થશે

વોશિગ્ટન,

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ૧ માર્ચે ભારતની મુલાકાતે આવશે.જી-૨૦ વિદેશ મંત્રીઓની જે બેઠક યોજાશે તેમાં તેઓ ભાગ લેશે. આ બેઠક બહુપક્ષીયવાદને મજબૂત કરવા અને ખાદ્ય, ઉર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ પર સહયોગને વધુ મજૂબત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય તેઓ ભારતીય રાજનેતાઓ અને અધિકારીઓને પણ મળીને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરશે. આ માહિતી અમેરિકી વિદેશ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો વિદેશ પ્રવાસ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલા તેઓ ૨૮ ફેબ્રુઆરીએ કઝાકિસ્તાનની મુલાકાત લેશે. અહીં દ્વિપક્ષીય વાતચીત બાદ તેઓ ઉઝબેકિસ્તાનની પણ મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ૧ માર્ચના રોજ ભારતની મુલાકાતે આવશે.

આ વખતે ભારત વિશ્ર્વના સૌથી શક્તિશાળી જૂથ જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. વિશ્ર્વના તમામ વિકસિત દેશો જી-૨૦ જૂથમાં સામેલ છે, જેમની વિશ્ર્વ જીડીપીમાં ભાગીદારી લગભગ ૮૫ ટકાથી વધુ છે. તે મયમ આવક ધરાવતા દેશોનો સમાવેશ કરીને વૈશ્ર્વિક સ્થિરતા સુરક્ષિત કરવાનો છે.જી ૨૦ દેશોમાં વિશ્ર્વની વસ્તીના ૬૦%, વૈશ્ર્વિક GDPના ૮૫% અને વૈશ્ર્વિક વેપારના ૭૫%નો સમાવેશ થાય છે. જી-૨૦ જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, રિપબ્લિક ઓફ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ દેશોનો સમાવેશ થાય છે.