ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૬.૩ની તીવ્રતા

ટોબેલા,

ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૩ હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી ૧૭૭ કિમી ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ ૯૭.૧ કિમી હતી. હાલમાં કોઈ નુક્સાનની માહિતી નથી. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે ૧૧.૩૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ માપવામાં આવી હતી. આ વિસ્તારમાં એક જ દિવસમાં આ ત્રીજો ભૂકંપ છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ૦૬.૦૭ મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી ૨૬૫ કિમી દૂર હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુક્સાનના કોઈ સમાચાર નથી.,તાજિકિસ્તાનમાં સવારે ૬:૦૭ વાગ્યે ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.,તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૦૪.૪૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી.બુધવારે બપોરે ભારતમાં દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૮ હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી ૬૯ કિમી દૂર હતું. જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.આ પહેલા બુધવારે બપોરે ૧.૩૦ કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૪ હતી. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી ૧૪૩ કિમી દૂર જમીનથી ૧૦ કિમી અંદર હતું.