સરકારની યોજનાનો લાભ લઈ ધાનપુરના સુમિત્રાબેન પરિવારને મદદરૂપ બન્યા

p[

દાહોદ,

પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જે વિસ્તારોમાં માઈન્સ અંતર્ગત કામગીરી થઈ રહી છે. એ વિસ્તારના લોકોના કલ્યાણ માટે નાગરિકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મળતા દાહોદ જિલ્લાના ધાનપુરના સિંગાવલી ગામના સુમિત્રાબેન વિજયસિંહ પરમાર સ્વનિર્ભર બન્યા છે. સિંગાવલી ગામના સુમિત્રાબેન બીએ સુધી અભ્યાસ કર્યો છે. તેમના પતિ વિજયસિંહ ખેતી કામ કરી ઘરનું ગુજરાત ચલાવે છે. તેમના ઉપર તેમના બે છોકરા તેમજ માવતરની પણ જવાબદારી છે.

આ સંજોગોમાં સુમિત્રાબેન પણ ઘર ચલાવવા આવક મેળવે તે જરૂરી હતું. તેમને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના કંચનબેન શાસ્ત્રી પાસેથી આ યોજનાની માહિતી મળી હતી અને તેમણે આ યોજના અંતર્ગત ત્રણ મહિનાની તાલીમ અને સીવણ મશીન નિ:શુલ્ક મળ્યું હતું.

તાલીમ બાદ તેમણે પોતાના ગામમાં સીવણ કામ થકી આવક મેળવવામાં સફળતા મેળવી હતી. તેઓ મહિને આઠ દસ હજાર કમાઈ લેતા તેમના પરિવારને મોટો ટેકો થયો છે.