શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય શિબિર યોજાઈ હતી

શહેરા,

શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ” અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ યોજાઈ હતી, આ કાર્યકમમાં જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા કચેરી સહિત વિવિધ વિવિધ કચેરીના કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. આ સાથે ઉપસ્થિતોને સ્થાનિક પાકો વિશે પણ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઘજીપુર આસપાસના ગામોના ખેડૂતો સહિત ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.