શહેરાના વાઘજીપુરની શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ ખાતે ફાયર સેફ્ટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ આર્મી અગ્નિવીર માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

શહેરા,

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીજી મહારાજ પ્રેરિત અને સદ્ગુરૂ ભગવત્પ્રિયદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજમાં કોલેજના ટ્રસ્ટી કિરણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આર્મી અગ્નિવીર માટેનો માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડમીના ચીફ કો.ઓર્ડીનેટર મંજીત વિશ્ર્વકર્મા દ્વારા ફાયર-સેફ્ટીના ડેમો, આગ સલામતી, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ જેવા વિષય પર તેમજ આપત્તિ વ્યવસ્થાપન આપત્તિના પ્રકાર, આગના પ્રકાર તેમજ પ્રાથમિક સારવાર અને સમજ અપાઈ હતી, સાથે જ કોમ્પિટિટિવ પરીક્ષા, આર્મી તેમજ પોલીસ વિશે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.અશોક બારીયા તેમજ સમગ્ર અધ્યાપક ગણ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.