ગોધરા,
પંચમહાલ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી 2014ના વર્ષમાં સંતરામપુર તાલુકાના દિવ્યાંગ વ્યકિત પાસેથી 3 હજારની લાંચની માંગણી કરતાં એ.સી.બી.ના સાથે ઝડપાયેલ અર્જનસિંહ બારીયાનો પંંચમહાલ એડીશનલ સેશન્સ કોર્ટ જજ દ્વારા 4 વર્ષની સજા ફટકારવામાં આવી.
ગોધરા ખાતે આવેલ જીલ્લા એડીશનલ સેશન્સ જજ એમ.પી.મહેતાની કોર્ટમાં 2014ની સાલમાં સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અર્જનસિંહ સોમસિંહ બારીયા વિકલાંગ સહાય આપવા માટે લાંચ માંગી હતી. સંતરામપુર તાલુકાના દિવ્યાંગ વ્યકિત રામભાઈ મકનાભાઈ રજાત પાસેથી 3,000/- રૂપીયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. અરજદાર લાંચ આપવા ના માંંગતા ગોધરા એ.સી.બી. કચેરીનેા સંપર્ક કરી આરોપી અર્જનસિંહ સોમસિંહ બારીયાને છટકું ગોઠવીને લાંચ લેતાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલતા ફરિયાદી પક્ષના પુરાવાને ધ્યાનમાં રાખી મદદનિશ સરકારી વકીલ એમ.કે.દેશમુખની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી અર્જનસિંહ બારીયાને 4 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવતાં જીલ્લામાં લાંચીયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.