વહેલી સવારે લીધેલી શપથનો આખરે ફાયદો જ થયો, એટલે જ ઉદ્ધવ ઠાકરે મૂખ્યપ્રધાન બની શક્યા : શરદ પવાર

મુંબઇ,

વહેલી સવારની શપથ વિધીનો વિષય વારંવાર આવતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ વિષય પર છેલ્લા કેટલાય સમથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે, ત્યારે પૂણેના પીંપરીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવારે ફરી એક વિધાન કરતા રાજકીય અટકળો શરું થઇ ગઇ છે. એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ પૂણેના પિપંરીમાં એખ પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યું કે ‘વહેલી સવારની શપથનો આખરે ફાયદો જ થયો છે, અને તેથી જ ઉદ્ધવ ઠાકરે મૂખ્યપ્રધાન બની શક્યા છે. તથા કટ્ટર શિવસૈનીક આજે પણ ઉદ્ધવ ઠાકરેની પાછળ સાથ આપીને ઊભો છે એવો વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

વહેલી સવારે જે શપથ લેમાં આવી હતી એ વાતની શરદ પવારને જાણ હતી. એવું વિધાન ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યુ હતું. આ અંગે વાત કરતા પવાર બોલ્યા હતા કે ‘મહારાષ્ટ્રમાં કંઇ પણ થાય તો એક જ વ્યક્તિનું નામ આવે છે. ભલે આવે પણ આ શપથ વિધીનો એક ફાયદો જરુર થયો છે. તેને કારણે જ મહાવિકાસ અઘાડીની સરકાર આવી’.

ચૂંટણી પંચ દોરી સંચારથી ચાલે છે તેવો આક્ષેપ કરતાં પવાર બોવ્યા કે, ‘સત્તાનો દુરુપયોગ કરી એક રાજકીય પક્ષ અને એક નેતૃત્વને સમાપ્ત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ અગાઉ પણ કેટલાંક પક્ષમાં ફૂટ પાડવામાં આવી છે. પણ પોતાનો ગૂસ્સો કાઢવા માટે કોઇ એક પક્ષનું નામ અને ચિન્હ છીનવી લેવા જેવા પ્રાકર આ જ સુધી નહતા બન્યા. તેથી અમને તો શંકા જ છે કે શું ચૂંટણી પંચ પોતાની જાતે આવા નિર્ણયો લે છે કે એમનું કોઇ માર્ગદર્શન કરી રહ્યું છે એ ખૂબ મહત્વનું છે.’