અમેરિકામાં જાતિગત ભેદભાવથી બનેલા કાયદા સામે હિન્દુ સંગઠનોનો વિરોધ

સિએટલ(અમેરિકા),

અમેરિકાના સિએટલ શહેરમાં જાતિગત ભેદભાવ વિરોધી એક કાયદો બન્યો છે જેની સામે વિરોધ પણ શરૂ થઇ ગયો છે. ભારતીય મુળના અમેરિકી સેનેટર નીરજ અંતાણીએ આરોપ લગાવ્યો છે કે અમેરિકામાં હિન્દુ વિરોધ વધી રહ્યો છે, હું આ કાયદાનો કડક વિરોધ કરૂં છું કારણ કે હવે જાતિગત ભેદભાવ છે જ નહિ.

અંતાણીએ આરોપ લગાવ્યો હતો કે આ ભેદભાવ વિરોધી જાતિ હિન્દુ વિરોધ છે અને તે બિન હિન્દુઓ માટે અમેરિકા, ભારત અને પુરી દુનિયામાં રહેતા હિન્દુઓ સાથે ભેદભાવનું હથિયાર આ કાયદો છે. તેમણે કહ્યું હતું કે સિએટલે રંગભેદની જાતિના બદલે હિન્દુઓ સાથે ભેદભાવથી રક્ષાની જાતિ બનાવવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, સિએટલ કાઉન્સીલ દ્વારા પસાર કરવામાં આવેલ આ વિધેયકને ક્ષમા સાવંતે રજૂ કર્યુ હતું જેને બહુમતીથી પસાર કરાવ્યું હતું. જાતિગત ભેદભાવ સામે કાનુન બનાવનાર સિએટલ અમેરિકાનું પ્રથમ રાજય બન્યું છે.

આ કાનુનમાં જાતિ શબ્દને જોડવામાં આવ્યો છે, તેનો વિરોધ થઇ રહ્યો છે. કોલિસન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (કોહના) સાથે અનેક અન્ય સંગઠનોએ પણ આ કાયદાનો વિરોધ શરૂ કર્યો છે. કોહનાના અધ્યક્ષ નિકુંજ ત્રિવેદીનું કહેવું છે કે આ કાયદો ખુદ જ ભેદભાવપૂર્ણ છે. આ કાયદો એવા લોકોની જાણકારીના આધારે બન્યો છે જે હિન્દુ ધર્મને ખતમ કરવા ખુલ્લી રીતે એલાન કરી ચૂકયા છે.