દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો : 12,5 ડિગ્રી : ઓક્ટોબરમાં છેલ્લા 26 વર્ષનો સૌથી ઠંડો દિવસ

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે ઓક્ટોબર મહિનાની સૌથી વધુ ઠંડી પડી.ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું. જે છેલ્લા 26 વર્ષોમાંઓક્ટોબરનો સૌથી ઠંડો દિવસ હતો.

IMDના ક્ષેત્રીય આગાહી કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે, અગાઉ દિલ્હીમાં આટલું ઓછું તાપમાન 1994 માં ઓક્ટોબરમાં નોંધાયું હતું. IMDના ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં 31 ઓક્ટોબર,1994 ના રોજ ઓછામાં ઓછું 12.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

શ્રીવાસ્તવે કહ્યું કે 31 ઓક્ટોબર, 1937માં શહેરમાં સૌથી ઓછું તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વરિષ્ઠ આઇએમડી વિજ્ઞાનીએ જણાવ્યું કે આ સમયે ઓછા લઘુત્તમ તાપમાનનું મુખ્ય કારણ ક્લાઉડ કવરનો અભાવ છે.

શ્રીવાસ્તવે કહ્યું કે બીજુ કારણ ઠંડા પવનો છે જેના કારણે ઝાકળ અને ધુમ્મસ રચાય છે. આઇએમડીએ કહ્યું કે 1 નવેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી થઇ શકે છે.