રેલવેના અધિકારીઓને હવે વીઆઇપીવાળી ફીલિંગ આવશે નહીં

નવીદિલ્હી,

રેલ મંત્રાલયે વીઆઇપી કલ્ચરની છુટ્ટી કરી દીધી છે.રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન સ્નૈકસની જગ્યાએ કામ પર ધ્યાન આપવાની સલાહ આપી અને હવે કચેરીમાં ઘંટડી ન વગાડવાનો નિર્ણય કર્યો છે.વીવીઆઇપી સંસ્કૃતિ ખતમ કરવા માટે રેલવે મંત્રીએ મંત્રાલયની કચેરીઓથી ઘંટડીયો હટાવવાનો નિર્ણય કર્યો છે.રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે વિભાગીય કચેરીમાં પરિચારકોને બોલાવવા માટે ઉપયોગ કરવામાં આવનારી ઘંટીને હટાવવાનો આદેશ જારી કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રેલવે મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે ઓફિસ એટેંડેટને બોલાવવા માટે ઘંટડીનો ઉપયોગ બંધ કરી તેમને વ્યક્તિગત રીતે બોલાવવા જોઇએ નિર્દેશોને પુરી રીતે લાગુ કરવાનો હેતુથી વૈષ્ણવે પોતાના કાર્યાલયમાં લાગેલી ઘંટડી પણ હટાવી દીધી છે.આ પહેલા રેલ મંત્રીએ વિભાગના કર્મચારીઓને કોઇ સાઇટ પર જવાનો કે કાર્યક્રમ દરમિયાન સમગ્ર ફોકસ કામને તેમની સમય સીમાની અંદર પુરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. નહીં કે ચ્હા,સમોચા કે ખાવા પીવાની વ્યવસ્થા પર.તેમણે કહ્યું કે વીઆઇપી કલ્ચરને ખતમ કરવા માટે આ ખુબ જરૂરી છે કે અધિકારી પોતાની જવાબદારીને સમજે.

રેલ મંત્રીના કાર્યાલય અનુસાર પ્રત્યેક કર્મચારીને સમાન સમ્માન આપવા અને વીવીઆઇ સંસ્કૃતિની માનસિકતાને બદલવા માટે આ પગલું ઉઠાવ્યું છે.એ યાદ રહે કે અશ્ર્વિની વૈષ્ણવ રેલ મંત્રી બન્યા બાદ અનેક મોટા નિર્ણય લઇ ચુકયા છે ટ્રેનને આધુનિક બનાવવાથી લઇ બીમાર યાત્રીકોનું ખાસ ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે.