પટણા,
બિહાર રાજનીતિના વરિષ્ઠ નેતા માનવામાં આવનાર ઉપેન્દ્ર કુશવાહાના જદયુ છોડયા બાદ હવે નીતીશકુમારે તેમના પર કટાક્ષ કર્યો છે.મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમના જવાથી અમને કોઇ અસર પડશે નહીં નીતીશકુમારે કહ્યું કે સારૂ થયું કે તે પાર્ટીથી ચાલ્યા ગયા છે.જયારે તે ૨૦૨૧માં જદયુમાં આવ્યા તો તેમણે અમને આશ્ર્વાસન આપ્યું હતું કે તે જીવનભર રહેશે.
નીતીશકુમારે કહ્યું કે પાર્ટીના અનેક નેતા તેમને સામેલ કરવાથી ખુશ ન હતાં પરંતુ મેં તેમને મંજુરી આપી તાજેતરમાં તેમણે અલગ રીતનો વ્યવહાર કરવાનું શરૂ કરી દીધુ મને ખબર નથી કે તેમની સાથે શું થયું તેઓ જ સારી રીતે જાણે.નીતીશકુમારે કહ્યું કે તે વ્યક્તિ પોતાની મરજીથી આવ્યા અને દુર જવાનો નિર્ણય તેમનો છે. તેમના આ પગલાથી જદયુ પર કોઇ અસર પડશે નહીં.
કુશવાહાના એ નિવેદન પર પ્રતિક્રિયા આપતા હતાં કે ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રથી હટાવવા વિરોધ પક્ષો માટે ખુબ મુશ્કેલ હશે નીતીશકુમારે કહ્યું કે તમે સારી રીતે જાણો છો કે તેઓ આમ કેમ કહી રહ્યાં છે.કોઇ પણ આવું કહેશે નહીં તે મારી પાર્ટીમાં કેમ આવ્યા તેમની શું જરૂરત હતી જો તેમને પલ્બિસિટી જોઇએ તો હું મીડિયાને અપીલ કરૂ છુું કે આ પબ્લિસિટીનો મામલો નથી.
આ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ પણ જદયુ છોડયા બાદ નીતીશકુમાર સહિત અનેક નેતાઓ પર પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે જદયુની પાસે હવે કાંઇ બચ્યુ નથી હું આ બધુ ચુપચાપ ઉભો રહી જોઇ શકુ નહીં હું જનતાની વચ્ચે જઇશ અને કર્પુરી ઠાકુરની વિરાસતને આગળ વધારવાનું કામ કરીશ.જદયુને હવે કોઇ બચાવી શકશે નહીં.