સંતરામપુર,
સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે સંતરામપુર ફતેપુરા મીની બસ પંચર અને ટેકનિકલ ખામી હોવાના કારણે બંધ પડી ગઈ હતી. કલાકો સુધી બસ ચાલુ ના થતા બસમાં બેઠેલા મુસાફરો મોટી સંખ્યામાં રસ્તાની વચ્ચોવચ બગાડતા અને ઊભી થઈ જતા મુશ્કેલીમાં મુકાયા પરંતુ ફરીથી પાછળથી બીજી મીની બસ નીકળતા ફતેપુરા જવા માટે બેઠેલા મુસાફરોને બીજી બસમાં બેસાડવા માટે ગીચોગીચ બેસાડતા મુસાફરો ત્રાહિમ પોકારી ગયા હતા. સંતરામપુર ડેપોની અવારનવાર બસ બગડી જવાનું વધુ પ્રમાણમાં ફરિયાદો મળી આવેલી હતી. વારંવાર આવી ઘટના બનતા મુસાફરો અટવાયા કરતા હોય છે.15 દિવસ અગાઉ બસ સ્ટેશન વિસ્તારમાં મીની બસ બગડી ગયા હતા. મુસાફર ક્યાંથી ધક્કો મારવો પડ્યો હતો. સંતરામપુર ડેપોની મેન્ટેનન્સના અભાવે મોટી સંખ્યામાં લોકલ ફરતી મીની બસોમાં વધુ ફરિયાદો ઉઠવા પામી હતી, મુસાફરોમાં ચર્ચા કરેલું હતું. જ્યારે મળતી માહિતી મુજબ કેટલીક બસોના તો કિલોમીટર પૂરૂં થયા પછી પણ ઠરાવમાં આવતા ડ્રાઇવર અને કંડકટર પણ ત્રાહિમ પોકારી ઊઠ્યા છે. મેનેજમેન્ટ અને ટેકનિકલ ખામીઓના વ્યવસ્થાનો અભાવ જોવા મળી આવેલો છે. નિયમ મુજબ વધુ પ્રમાણમાં કિલોમીટર પૂરા થઈ ગયેલા હોય તો તેને બસનો ઉપયોગ કરી શકાતો નથી અને ડિવિઝન ખાતે રિપોર્ટ કરીને તેને શું પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. આવી બસ દોડાવાળા કારણે ગમે ત્યારે પણ મુસાફરનો જીવ જોખામાં મુકાઈ શકે છે અને દુર્ઘટના પણ બની શકે છે.