સરકાર લદ્દાખમાં અંકુશ ગુમાવી ચૂકી છે : અસદુદ્દીન ઓવૈસી

હૈદરાબાદ,

એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાયું છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે સરકાર લદ્દાખમાં પ્રદેશ પરનો અંકુશ ગુમાવી ચૂકી છે અને ત્રણ વર્ષ પહેલાની સ્થિતિને પુન:સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. ઓવૈસીએ ટ્વિટર પર વિદેશ મંત્રી એસ જયશંકરપર પણ આકરા પ્રહારો કર્યા હતા.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર લખ્યું, જો સરકાર પાસે ચીન સરહદ સંકટ પર છુપાવવા માટે કંઈ નથી, તો જયશંકર સંસદમાં ચર્ચાથી કેમ ભાગી રહ્યા છે? આ વિષય પરના મારા પ્રશ્ર્નોને કેમ નકારી કાઢવામાં આવી રહ્યા છે? શા માટે મીડિયાને ત્યાં લઈ જવામાં આવતું નથી?

બીજા ટ્વીટમાં એઆઇએમઆઇએમ ચીફે પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું, ચીન સરહદ પર વિદેશ મંત્રી દ્વારા જે પ્રકારની અપ્રસ્તુત દલીલો આપવામાં આવી છે તે દર્શાવે છે કે કેવી રીતે મોદી સરકારે ૨૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પર નિયંત્રણ ગુમાવ્યું છે?

ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે લદ્દાખના પ્રદેશ પરનો અંકુશ ગુમાવી દીધો છે અને ત્રણ વર્ષ પહેલાની સ્થિતિને પુન:સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. શું સરકાર પાસેથી ઓછામાં ઓછી આ અપેક્ષા નથી? તેઓ ચીન સાથે ડેપસાંગ અને ડેમચોક પર પણ ચર્ચા કરી રહ્યા છે.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચીનના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે સરકાર ચીનનું નામ લેતા ડરે છે. આના પર વિદેશ મંત્રી એસ જયશંકરે વળતો જવાબ આપ્યો કે, જો અમને ડર છે તો ન્છઝ્ર પર ભારતીય સેના કોણે મોકલી. રાહુલ ગાંધીએ નહીં, પણ નરેન્દ્ર મોદીએ.