પટણા,
જનતા દળ (યુ)ને છોડી અલગ પાર્ટી રાષ્ટ્રીય લોક જનતાદળ બનાવી ચુકેલા ઉપેન્દ્ર કુશવાહાના સુર હવે બદલાઇ ગયા છે.તેમણે કહ્યું કે અત્યાર સુધી ૨૦૨૪ માટે નરેન્દ્ર મોદીની સામે મને કોઇ પડકાર નજરે પડી રહ્યો નથી તેમણે કહ્યું કે જદયુને હવે શૂન્ય બતાવતા એ પણ કહ્યું કે પહેલા લોકો નીતીશકુમારને સર્વમાન્ય નેતા બતાવતા હતાં પરંતુ હવે તેમની જ વાત કાપવા લાગ્યા છે.
જદયુુને છોડી ચુકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી કુશવાહાએ પટણામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે વિરોધ પક્ષમાં વડાપ્રધાનના ડઝનથી વધુ ઉમેદવારો છે વિરોધ પક્ષમાં હજુ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે.તેમણે કહ્યું કે વિરોધ પક્ષને એક કરવાના જે પ્રયાસ ચાલી રહ્યાં છે તેમાં તારતમ્યતા નથી તેમની નરેન્દ્ર મોદીની સામે હજુ કોઇ પડકાર જોવા મળી રહ્યો છે.જો કે તેમણે એ પણ કહ્યું કે આ મારો ખાનગી મત છે.
કુશવાહાએ એકવાર ફરી જદયુ પર પ્રહારો કરતા કહ્યું કે પાર્ટીમાં કંઇ પણ સંગઠનાત્મક રીતે ઠીક ચાલી રહ્યું નથી તેમણે કહ્યું કે હવે જદયુમાં કાંઇ પણ નથી તે શૂન્ય થઇ ચુકી છે.શૂન્યમાંથી શું નિકળશે.હવે ટુટ ફુટનો કોઇ મામલો નથી ખાલી ઘર છે હવે.તેમણે લલનસિંહના નિવેદન પર પ્રહાર કરતા કોઇનું નામ લીધા વિના કહ્યું કે નીતીશકુમારના બોલાવ્યા બાદ પણ હવે કોઇ વ્યક્તિ કહી રહ્યાં છે જે તે બોલી રહ્યાં છે તે યોગ્ય છે.કાલ સુધી જે સર્વમાન્ય નેતા હતાં તેના પર જ પ્રશ્નચિન્હ લગાવી રહ્યાં છે.
એ યાદ રહે કે નીતીશકુમાર રાજદના નેતા તેજસ્વી યાદવને ૨૦૨૫માં મહાગઠબંધનનું નેતૃત્વ કરવાની વાત કહી ચુકયા છે જયારે પાર્ટી અધ્યક્ષ લલન સિહે કહ્યું હતું કે ૨૦૨૫માં નક્કી થશે કુશવાહાએ કે સી ત્યાગના એક નિવેદન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે જદયુના કાર્યકર્તા મુખ્યમંત્રી નીતીશકુમારને દિલ્હીના લાલ કિલા પર જોવા ઇચ્છતા હતાં અને પાર્ટીના મોટા નેતા કે સી ત્યાગી કહે છે કે ૨૦૩૦ સુધી મુખ્યમંત્રી નીતીશકુમાર બિહારમાં રહેશે.