- બેન્ચે પૂર્વ આઇપીએસને ૧૦ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો.
નવીદિલ્હી,
ડ્રગ્સથી જોડાયેલા એક મામલામાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને ગુજરાત હાઇકોર્ટનો તે નિર્ણય પસંદ આવ્યો નહીં જેમાં ટ્રાયલ તાકિદે પુરી કરવાની વાત કહેવામાં આવી હતી.ભટ્ટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી હાઇકોર્ટના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો પરંતુ સુપ્રીમ કોર્ટથી તેમને આંચકો લાગ્યો.
ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂત અરવિંદ કુમારની બેન્ચે સંજીવ ભટ્ટની અરજીને બેમતલબની ગણાવતા કહ્યું કે સામાન્ય રીતે આરોપી પોતાના મામલાને તાકિદે સાંભળવાની દરખાસ્ત કરતા જોવા મળ્યા છે પરંતુ પૂર્વ આઇપીએસ ઉલ્ટી ધારા વહેવડાવી રહ્યાં છે.તે ઇચ્છે છે કે ગુજરાત હાઇકોર્ટે તેમના મામલામાં ટ્રાયલ તાકિદે પુરી કરવાનો જે નિર્ણય આપ્યો છે અમે તેમની વિરૂધ આદેશ પસાર કરીએ આ સમજથી પર છે. બેન્ચે સંજીવ ભટ્ટ ઉપર ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો.સુપ્રીમ કોર્ટનું કહેવુ હતું કે પૂર્વ આઇપીએસના આ પૈસા ગુજરાત સ્ટેટ લીગલ સવસ ઓથોરિટીની પાસે જમા કરાવવો પડશે.
એ યાદ રહે કે આ મામલામાં ૧૯૯૬નો છે.સંજીવ ભટ્ટ તે સમયે બનાસકાંઠાના એસપી હતી.પોલીસે રાજસ્થાનના એક વ્યક્તિ સમરસિંહ રાજપુુરોહિતની પાલનપુરની હોટલમાંથી ધરપકડ કરી હતી પોલીસનું કહેવુ હતું કે તેની પાસેથી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યુું છે પરંતુ રાજસ્થાન પોલીસે તેનો સખ્ત વિરોધ કર્યો હતો તેમનું કહેવુ હતું કે રાજસ્થાનના પાલીમાં એક વિવાદિત જમીનને ટ્રાંસફર ન કરવા પર સમરસિંહને ગુજરાત પોલીસે ફસાવ્યો.પૂર્વ ઇસ્પેકટર આઇ બી વ્યાસે ૧૯૯૯માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમનું કહેવુ હતું કે મામલાની નિષ્પક્ષ તપાસ થાય.
ગુજરાત હાઇકોર્ટે મામલાની તપાસ જુન ૨૦૧૮માં સીઆઇડીે હવાલે કરી હતી સપ્ટેમ્બરમાં ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સીબીઆઇએ વ્યાસ અને સંજીવ ભટ્ટની વિરૂધ ચાર્જશીટ દાખલ કરી હતી હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને આપેલા આદેશમાં કહ્યું હતું કે સુનાવણી નવ મહીનાં પુરી કરી લેવામાં આવે ૨૦૨૨માં હાઇકોર્ટે લોઅર કોર્ટને સુનાવણી પુરી કરવા માટે કેટલોક વધારાનો સમય પણ આપ્યો હતો જો કે ૨૦૨૩માં લોઅર કોર્ટે ફરીથી દરખાસ્ત કરી કે મામલાની સુનાવણી પુરી કરવા માટે વધારાનો સમય વધુ જોઇએ હાઇકોર્ટે તેમની માંગ માની લીધી પરંતુ કહ્યું કે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી ટ્રાયલ કોઇ પણ સ્થિતિમાં પુરી કરી લેવામાં આવે સંજીવ ભટ્ટને આ નિર્ણય પસંદ આવ્યો નહીં અને તેઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.