‘જયશંકરને ભુલી જવાની બિમારી છે, અધર્મના ગુનેગારોની કરી રહ્યા છે સેવા’ : ટીએમસી નેતાએ આવું કેમ કહ્યું?

કોલકતા

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અને અમલદારમાંથી રાજનેતા બનેલા જવાહર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકર પર નિશાન સાધ્યું છે. એસ જયશંકરે કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ મારા પિતા ડૉ કે સુબ્રમણ્યમને પદ પરથી હટાવ્યા હતા. ત્યારે જય શંકરના આ નિવેદન પર ટીએમસીના નેતા જવાહર સરકારે કહ્યું કે મને લાગે છે કે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને ભુલી જવાની બિમારી છે કા તો પછી તેઓ વિદેશ મંત્રી તરીકે અભૂતપૂર્વ પ્રમોશન મેળવવા માટે ભાજપને ગળે લગાવી રહ્યા છે?

એસ જયશંકરે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સંબંધિત તેમના પિતા વિશે એક કિસ્સો સંભળાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, “મારા પિતા એક અમલદાર હતા જે સચિવ બન્યા હતા, પરંતુ તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ૧૯૮૦માં જ્યારે ઈન્દિરા ગાંધી ફરીથી ચૂંટાઈ આવ્યા ત્યારે તેઓ પ્રથમ સચિવ હતા જેઓએ તેમના પિતાને તેમણે હટાવી દીધા હતા. તેમણે પોતાની કારકિર્દીને અટક્તી જોઈ છે . રાજીવ ગાંધી યુગમાં પણ તેમને દબાવવાનું કામ થયું હતું. જેના પર જવાહર સરકારે આકરા પ્રહાર કરતા કહ્યું હતુ કે જય શંકરની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે.

જયશંકરના આ નિવેદન પર જવાહર સરકારે ટ્વીટ કર્યું, “જયશંકર ગાંધી પરિવાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમની નિષ્ઠાપૂર્વક સેવા કર્યા પછી અને તેમની સરકાર હેઠળ શ્રેષ્ઠ પોસ્ટિંગ લીધા પછી? શું તેમને ભુલી જવાની બિમારી છે કે તેઓ વિદેશ મંત્રી તરીકે અભૂતપૂર્વ પ્રમોશન લીધા બાદ ભાજપને ગળે લગાવી રહ્યા છે?

અન્ય એક ટ્વીટમાં જવાહરે ગુજરાત રમખાણો અંગે એસ જયશંકરના પિતા દ્વારા આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું, “કે સુબ્રમણ્યમે કહ્યું હતું કે ગુજરાતમાં ધર્મની હત્યા કરવામાં આવી હતી, જેઓ નિર્દોષ લોકોની સુરક્ષા કરી શક્યા નથી તેઓ અન્યાયી છે.” રામ તેમના ધનુષ અને બાણનો ઉપયોગ ગુજરાતના અસુર શાસકો સામે કરશે. અસુરોની સેવા કરનાર પુત્રને શરમ આવે છે.